હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના જામળાથી કાણીયોલ જવાના રસ્તા ઉપર આવેલા ખેતરના કૂવામાંથી ધોરણ 11 માં ભણતા એક વિદ્યાર્થીનું મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
ફાયર વિભાગની ટીમે કૂવામાંથી વિદ્યાર્થીના મૃતદેહને બહાર કાઢીને પોલીસને સોંપ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યું હતું અને પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓનું નામ જીતુ હતું અને તે ધોરણ 11 માં અભ્યાસ કરતો હતો
. જીતુ હિંમતનગરના ઝમરાળા ગામમાં રહેતા લાડુભાઈ મારવાડીનો દીકરો હતો. બે દિવસ પહેલા તે ઘરેથી ગામમાં જઉં છું તેમ કહીને નીકળ્યો હતો. સાંજ થઈ ગઈ છતાં પણ તે ઘરે ન આવ્યો. તેથી પરિવારના લોકોએ અને પડોશીઓએ મળીને જીતુની શોધખોળ કરી હતી.
ત્યારે આજરોજ સવારે નરેશ પટેલે નામના વ્યક્તિના ખેતરના કુવા માંથી જીતીનું મૃતદેહ મળી આવ્યું હતું. ત્યારબાદ ગામના સરપંચ મહેન્દ્રસિંહ હિંમતનગર ગામે પોલીસ અને ફાયર વિભાગની ટીમને આ ઘટનાની જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમને ઘટના સ્થળેથી 17 વર્ષના જીતુ મારવાડી નામના વિદ્યાર્થીનું મૃતદેહ કૂવામાંથી મળ્યું હતું.
હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. જીતુનું મૃત્યુ કયા કારણોસર થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પોલીસની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ઘટનાનું ચોક્કસ કારણ જાણી શકાશે.
સમગ્ર ઘટનાને લઈને ગામના સરપંચ મહેન્દ્રસિંહ રાઠોડ એ જણાવ્યું હતું કે, બે દિવસથી જીતુ ગુમ હતો તેના પરિવારના લોકોને ગામના લોકો તેની શોધખોળ કરી રહ્યા હતા. ત્યારે આજરોજ સવારે કુવામાં તેનો મૃતદેહ તરતું જોવા મળ્યું હતું. બે દિવસ પહેલા પિતા અને પુત્ર યુનિયન બેન્કમાં નાણા લેવા માટે ગયા હતા ત્યારબાદ ઘરે આવ્યા પછી જીતુ ઘરની બહાર ગયો હતો અને ત્યારબાદ તે ઘરે પરત આવ્યો ન હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment