ગુજરાતમાં અવારનવાર સોસાયટીની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વડોદરામાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં પ્રેમ લગ્નના બે મહિના બાદ એક યુવતીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મળતી માહિતી અનુસાર યુવતીના પિતાએ તેને ફોન કરીને કડવા વહેણ કીધા હતા. પિતાના આ શબ્દો દીકરીને સહન ન થયા અને દીકરીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન અટકાવી લીધું હતું. આ સમગ્ર ઘટનાને લઈને વડુ પોલીસ સુસાઇડ નો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો પાદરા તાલુકાના પીપળી ગામની 19 વર્ષની દીકરી પ્રવીણા જાદવ અને ડબકા ગામમાં રહેતો રાજુ ગોહિલ એકબીજાને પ્રેમ કરતા હતા. બંને એકબીજા સાથે લગ્ન કરવા માગતા હતા, પરંતુ બંને આંતર જ્ઞાતિ હોવાથી પરિવારના સભ્યો મંજૂરી નહીં આપે તેવી બીકથી બંને પાંચમા મહિનામાં ભાગીને લગ્ન કરી લીધા હતા.
લગ્ન બાદ પ્રવિણા રાજુ ગોહિલ સાથે સાસરીયા માં રહેતી હતી. લગ્નના બે મહિના વીતી ગયા બાદ પ્રવિણાને એમ હતું કે તેના પરિવારજનોનો ગુસ્સો શાંત થઈ ગયો હશે. એવા અનુમાન સાથે પ્રવીણ એ પોતાના પિતાને ફોન કર્યો હતો, પરંતુ પ્રવીણાના પિતાનો ગુસ્સો શાંત થયો ન હતો. પ્રવિણા ના પિતાએ પોતાની દીકરીને જણાવ્યું હતું કે “તું આખી જિંદગી ત્યાં જ જીવી લેજે”
પિતાના આ કડવા શબ્દો સાંભળીને દીકરીને ખૂબ જ મન દુઃખ થયું હતું. જેના કારણે દીકરી એ શુક્રવારના રોજ બપોરના સમયે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને દીકરીના મૃતદેહને કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment