આજના સમયમાં દિકરીઓનું સન્માન ખૂબ જ વધી ગયું છે. દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. આ ઉપરાંત દીકરીઓને તેમના માતા-પિતા આગળ વધવામાં ખૂબ જ મદદ કરી રહ્યા છે. ત્યારે આપણે આજે એક એવી દીકરી વિશે વાત કરવા જઈએ છીએ જેને માત્ર 25 વર્ષની ઉંમરે DYSP બનીને પોતાનાં માતા-પિતાનું નામ રોશન કર્યું છે.
સાબરકાંઠા જિલ્લાના એક નાનકડા ગામની આ દીકરીએ પોતાનું સપનું સાકાર કરવા માટે દિવસ-રાત મહેનત કરી છે. દિવસ રાત મહેનત કરીને મનીષાબેન દેસાઈ માત્ર 25 વર્ષની ઉંમરે DYSP બની ગયા છે. તેમને સમાજમાં પોતાનું નામ રોશન કર્યું છે. મનિષાબેન દેસાઈના પિતા પણ કોન્સ્ટેબલ માંથી પોલીસ ઇન્સ્પેક્ટરની કક્ષા સુધી પહોંચ્યા હતા.
તો ચાલો જાણીએ મનિષાબેન દેસાઈના જીવનની સંઘર્ષની વાતો. મનિષાબેનને આ સફળતા મેળવવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડયો છે. તેમને દિવસ-રાત મહેનત કરીને માત્ર 22 વર્ષની ઉંમરે સિવિલ એન્જિનિયરિંગ પૂર્ણ કરીને GPSCની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. મનીષા બેન દેસાઈ 23 વર્ષની ઉંમરે પ્રથમ પ્રયત્નમાં જ GPSCની મદદનીશ તાલુકા વિકાસ અધિકારીની પરીક્ષા પાસ કરી દીધી હતી.
ત્યારબાદ મનીષાબેન દેસાઈ આસિસ્ટન્ટ ડીટીઓ તરીકે અંજારમાં ફરજ પર લાગી ગયા હતા. પરંતુ મનિષાબેનનો સફર અહિયાં સુધીનો ન હતો. તેમનું લક્ષ્ય હજુ આગળ વધવાનું હતું. તેમને પોતાની નોકરી સાથે GPSCની તૈયારી ચાલુ રાખી હતી. GPSCની પરીક્ષા પાસ કરવા માટે તેમને દિવસ-રાત મહેનત કરી હતી.
23 વર્ષની ઉંમરે મનિષાબેને પહેલી જ વારમાં GPSCની પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરી હતી અને તેઓ ઇન્સ્પેક્ટર બની ગયા હતા. હજુ પણ મનિષાબેન પોતાના લક્ષ્ય સુધી પહોંચ્યા હતા. તેથી મનીષા બહેને પોતાની મહેનત બંધ ન કરી અને મહેનત કરવાનું ચાલુ રાખ્યું.
ત્યારબાદ તેમણે 25 વર્ષની ઉંમરે ત્રીજી વાર GPSCની પરીક્ષા આપી અને તેઓ આ પરીક્ષામાં પાસ થઈ ગયા હતા. જેથી મનિષાબેન માત્ર 25 વર્ષની ઉંમરે DYSP બની ગયા હતા. મનિષાબેન રહેલી આ સફળતાના કારણે તેમના માતા-પિતાનું નામ દેશભરમાં રોશન થયું હતું. તેમને પોતાના પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment