અરે બાપ રે આ તો કેવું…! વડોદરાની 24 વર્ષીય યુવતી પોતે જ પોતાની સાથે લગ્ન કરશે, આટલું જ નહીં પરંતુ તે હનીમૂન પર પણ જશે…

Published on: 5:42 pm, Thu, 2 June 22

આજે અમે તમને જે વાત જણાવવા જઇ રહ્યા છીએ જે સાંભળીને સૌ કોઈ લોકોને નવાઈ લાગશે અને મનમાં સવાલ થશે કે આવું તો કેવું? ત્યારે વડોદરા જિલ્લામાં એક અનોખા લગ્ન થવા જઈ રહ્યા છે કે જેમાં વડોદરાવાસીઓ 24 વર્ષીય ક્ષમા પોતાની જ સાથે લગ્ન કરવા માટે નિર્ણય લીધો છે.

આ લગ્નથી સૌ કોઈ લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા છે પરંતુ માતા-પિતા નિર્ણય સાથે ખુશ છે. વિસ્તૃતમાં જણાવીશ તો 11 જૂન ના રોજ ક્ષમા પોતાની સાથે જ લગ્ન કરશે.એટલું જ નહીં પરંતુ સમયે પોતાના લગ્ન માટે કપડાથી લઇને જ્વેલરી સુધીની તમામ ખરીદી પણ કરી લીધી છે.

લગ્નની રીતરસમોની જેમ જ તેણે દુલ્હન બનીને મંડપમાં બેસવા માટે પણ તૈયાર છે. લગ્નમંડપમાં તેની સાથે ફેરા ફરવા માટે વરરાજો નહીં હોય ત્યારે ઘણા લોકોએ આવા લગ્નને અવિશ્વસનીય બનાવી રહ્યા છે. ક્ષમા પોતાની સાથે જ લગ્ન કરવા જઈ રહ્યું છે.

આ નિર્ણય પોતે લીધેલા છે અને આ નિર્ણયથી તેમના માતા-પિતા પણ સહમત છે. આ નિર્ણય પહેલા ઓનલાઈન રિસર્ચ પણ કર્યુ હતું કે ભારતમાં કોઈ મહિલાએ પોતાની સાથે જ લગ્ન કર્યા છે કે નહીં. રિસર્ચ દરમિયાન કોઈ સંતોષજનક પરિણામ ન મળતાં ક્ષમાનું કહેવું છે કે તે પોતે દેશમાં સેલ્ફ લવનો ઉદાહરણ પૂરું પાડતી પ્રથમ યુવતી બને.

એટલું જ નહિ ક્ષમાએ કહ્યું કે લોકો કોઈ એક વ્યક્તિ સાથે લગ્ન કરે છે, જેને પ્રેમ કરે છે અને હું મારી જાતને જ પ્રેમ કરું છું. તેથી ક્ષમા એ પોતાના લગ્ન માટે ગોત્રીનું મંદિર પસંદ કર્યું છે અને લગ્નના ફેરા માટે પાંચ કસમો પણ લખી છે. ક્ષમા એ જણાવતા કહ્યું કે તેમના માતા-પિતા ખુલ્લા વિચારોવાળા છે.

અને તેમણે પણ આ લગ્ન માટે આશીર્વાદ આપ્યા છે.ક્ષમા લગ્ન કરીને હનીમૂન પણ જવાની છે અને તેણે ગોવા સ્થળ પસંદ કરવું છે.જ્યાં પોતાની સાથે તે બે સપ્તાહ સુધી રહેશે,ત્યારે જણાવતા કહીશ તો આવા લગ્ન દેશમાં પહેલીવાર થવા જઈ રહ્યા છે ત્યારે ક્ષમા ઉદાહરણરૂપ બની છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!