દીકરી પોતાના મા બાપનું નામ રોશન કરવા માટે ખૂબ જ પરિશ્રમ કરતી હોય છે જ્યારે આપણે આજે એક એવી જ દીકરી વિશે વાત કરીશું કે જેના સખત પરિશ્રમ રંગ લાવ્યું અને તાલુકા માં પ્રથમવાર આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી અને માતા-પિતાનું નામ રોશન કર્યું. દીકરી ખંભાત તાલુકાના લૂણેજ ગામના કોળી સમાજના એક પરિવારની છે. ત્યારે એક પરિવારની સાત દીકરીઓ પૈકી એક દીકરી જેનું નામ આરતી સખત પરિશ્રમ કરી આર્મીમાં સિલેક્શન થયું હોવાથી તેને ટ્રેનિંગ પૂર્ણ કરી જિલ્લાનું તેમજ પરિવાર નું ગૌરવ વધાર્યું.
આ આરતી મકવાણા આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરીને પોતાના વતન પરત ફરી ત્યારે ગામલોકો દ્વારા તેને કંકુ તિલક કરી પુષ્પા હાર પહેરાવીને અને મોં મીઠું કરાવી ને ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યો અને આ દીકરી એ આખા ગામ વચ્ચે દેશનો ધ્વજ લહેરાવ્યો. વાત કરીએ તો આરતી મકવાણા કે જેઓ વર્ષ 2018 માં આર્મીમાં સશસ્ત્ર દળ માં પસંદગી પામ્યા હતા તેઓ ભોપાલ ખાતે સશસ્ત્ર સીમા દળના ટ્રેનિંગ પૂર્ણ કરી.
તેમના વતન લુણેજ પરત આવ્યા ત્યારે તેમણે જણાવતાં કહ્યું કે મારા માતા-પિતા સહયોગથી અને સંપૂર્ણ સાથ હોવાથી હું આ મુકામ ને પાર કરી શકી છો ત્યારે હું મારા માતા-પિતા નો આભાર વ્યક્ત કરું છું અને દેશની સેવા કરવી તક મને મળતા ખુબ જ ગૌરવની લાગણી અનુભવું છું.
લુણેજ ગામના લોકોએ આ દીકરીને ખૂબ જ ધામધૂમથી સ્વાગત કર્યું અને પુષ્પગુચ્છ અને ટ્રોફી આપી શાલ ઓઢાડીને સન્માનિત કરી અને વાજતે ગાજતે ભારત માતાકી જય વંદે માતરમ ના નારા સાથે હર્ષોલ્લાસથી અભિવાદન પાઠવવામાં આવ્યો ત્યારે સમગ્ર ગામના લોકો અહીં ઉપસ્થિત રહ્યા હતા.
અહીં લુણેજ ગામ માંથી જ્યારે કોઈ યુવતીઓ લખતર તાલીમ મેળવે છે તો તેને ગૌરવ સમાન માનવામાં આવે છે અને હાલ આ પંથકમાં આજે પણ રૂઢિચુસ્તતા કુરિવાજો તથા સહિતના તમામ કુરિવાજો અકબંધ છે. ત્યારે આ કોળી સમાજની આરતી મકવાણા અને તેમના પરિવારે આ ગામ માટે આદર્શ બનીએ અને જેના કારણે જરૂર જાગૃતિ આવશે.
અહીં આરતી મકવાણાના ભવ્ય સ્વાગત માટે ગામના સરપંચ તલાટી અને અન્ય મહાનુભવો એ પણ હાજરી આપી હતી અને દીકરીને શાલ ઓઢાડીને તેનું સન્માન કર્યું હતું અને ભારત દેશનું રક્ષણ કરવા તેમજ પ્રગતિ કરવા સમગ્ર ગ્રામજનોને માર્ગદર્શન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી અને આરતી ની નીડરતા અને બહાદુરીના વખાણ કરવામાં આવ્યા.
ત્યારે ગામના સરપંચ જોરુભાઈ ભરવાડે જણાવતા કહ્યું કે પ્રથમવાર ખનીજતેલના કૂવાની ભેટ લૂણેજ અને ધરતીને મળી છે એવી જ રીતે આખા ખંભાત તાલુકામાં દેશની સેવામાં આર્મીમાં જોડનાર આરતી શુભેચ્છા પાઠવી તથા તેના પરિવાર અને ગ્રામજનોને પણ શુભેચ્છાઓ પાઠવીને દીકરી નો ભવ્ય રીતે સ્વાગત કરાયું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment