આજના યુગમાં દીકરીઓ પણ દીકરાની જેમ આગળ વધીને પોતાના માતા પિતા નું નામ રોશન કરતી હોય છે અને જીવનમાં તનતોડ મહેનત કરીને પોતાના લક્ષ્ય સુધી પણ પહોંચે છે, ત્યારે આજે ઘણા યુવકને યુવતીઓના સપના હોય છે કે તેઓ અભ્યાસ પછી સરકારી નોકરી મેળવે અને તેના માટે પણ તેઓ રાત દિવસ એક કરી મહેનત કરી સફળતા પ્રાપ્ત કરતા હોય છે.
હાલ આપણે એક એવી યુવતી વિશે વાત કરીશું કે જે પોતાની મહેનતથી પોતાના લક્ષ્ય સુધી પહોંચી અને ન્યાયાધીશ બની છે. એટલું જ નહીં પરંતુ આ દીકરીએ તેના માતા-પિતાનું નામ પણ રોશન કર્યું.વિસ્તૃતમાં વાત કરીએ તો આ દીકરી દેવભૂમિ દ્વારકા ના ખંભાળિયાના નાના એવા ગામ કેશોદમાં રહે છે અને જેને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે પસંદગી કરવામાં આવી છે.
આ દીકરીનું નામ પાર્વતી મોકરીયા ના છે આ દીકરીએ પોતાની સફળતા પ્રાપ્ત કર્યા સાથે ગુજરાતને પણ ગૌરવ અનુભવાય એવું કાર્ય કર્યું. જેનાથી તેના માતા પિતાને પણ ખૂબ જ ખુશીની લાગણીની અનુભૂતિ થાય છે.તેમના પરિવાર વિશે વાત કરીએ તો તેમના પિતા દેવરામભાઈ શાકભાજીની લારી ચલાવે છે અને તેમાં જ તેમના પરિવારનું ગુજરાન ચાલે છે.
દેવરામભાઈએ તેમના જીવનમાં ઘણી સખત મહેનત પણ કરી છે અને તેમના દીકરીને અભ્યાસ માટે કંઈ પણ આંચ નહોતી આવવા દીધી. પોતાની દીકરી આગળ વધી તે માટે તેમણે પણ રાત દિવસ એક કરીને મહેનત કરી હતી અને હાલ આ દીકરીએ તેનો ધોરણ 12 નો અભ્યાસ કરી જુનિયરશિપ કરી હતી.
ત્યારબાદ દીકરીએ જ્યારે તેને આ આ પરીક્ષા આપે તો તેને હાથમાં ફરફોર્લા પણ પડી ગયા હતા. કહેવાય છે કે મહેનત કરવા વાળાને કંઈ પણ નડતું નથી ત્યારે આ દીકરીને ફોલ્લાઓની સખત વેદના હોવા છતાં તેણે એ બધી તકલીફો વેઠી અને પરીક્ષા પાસ કરી હતી અને એ પરીક્ષા આપ્યા બાદ દીકરીએ ફર્સ્ટ ક્લાસ સાથે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બની.
ઘણા દીકરા દીકરી એવા હોય છે કે પોતાના લક્ષ્ય સુધી પહોંચીને તેમના માતા પિતાનું નામ રોશન કરે છે. તેમની જ આ એક દીકરી પાર્વતી તેણે પણ જ્યુરિશિયલ મેજિસ્ટ્રેટ બનીને તેના માતા-પિતાનો દેશભરમાં નામ રોશન કર્યું છે. જ્યારે એ દીકરીના માતા-પિતાને ખબર પડી કે પાર્વતી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બને ત્યારે તેમના પરિવારજનાંને ખુશીનો પાર ના રહ્યો અને ખુશી ની લાગણી વ્યક્ત કરી હતી.
આવી એક નહીં પરંતુ દેશભરમાં ઘણી એવી દીકરીઓ છે કે જેઓ તનતોડ મહેનત કરીને તેમના માતા-પિતાને ગૌરવની અનુભૂતિ કરાવતી હોય છે, ત્યારે હાલ કેશોદ ગામની શાકભાજી વેચતા વ્યક્તિની દીકરીએ તનતોડ મહેનત સાથે ન્યાયાધીશ બની દેશભરમાં નામ રોશન કર્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment