મિત્રો દેશભરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે આજે આપણે એક કાળજું કંપાવી દેનારી ઘટના વિશે વાત કરવાના છીએ. આ ઘટનામાં એક દીકરીએ જ પોતાની સગી માતાનો જીવ લઇ લીધો છે. દીકરીએ પોતાની માતાને એવું દર્દનાક મોત આપ્યું કે સાંભળીને તમારા પણ રુવાડા બેઠા થઈ જશે. વિગતવાર વાત કરીએ તો આ ઘટના મુંબઈમાંથી સામે આવી રહી છે. મુંબઈના લાલબાગ વિસ્તારના એક એપાર્ટમેન્ટ માંથી 55 વર્ષની મહિલાનું સડી ગયેલું મૃતદેહ એક પ્લાસ્ટિકના કોથળામાંથી મળી આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલાના ભાઈ અને ભત્રીજાએ થોડા દિવસ પહેલા જ કાલાચોક પોલીસ સ્ટેશનમાં મહિલાની ગોમ થવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે મહિલાની શોધખોળ કરી હતી. આ દરમિયાન પોલીસ મહિલાને શોધતા શોધતા તેના ઘરે પહોંચી હતી. અહીં મહિલાનું મૃતદેહ પ્લાસ્ટિકના કોથળામાંથી મળી આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર મહિલાના હાથ-પગ અને શરીરના ભાગના ટુકડા કરી નાખવામાં આવ્યા હતા. આ દ્રશ્યો જોઈને પોલીસ પર હચમચી ગઈ હતી ત્યારબાદ પોલીસે મહિલાનું મૃત્યુનું કારણ જાણવા માટે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. આ ઉપરાંત શંકાની આધારે મહિલાની 24 વર્ષની દીકરીની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મહિલાનો જીવ ડિસેમ્બર મહિનામાં લેવામાં આવ્યો છે.
મહિલાનો જીવ લીધા બાદ તેના બંને પગ અને તેના બંને હાથ તેના શરીરથી અલગ કરી નાખવામાં આવ્યા હતા. આ ઘટનાને અંજામ આપવા માટે ધારદાર કટર અને અન્ય ઘણી ધારદાર વસ્તુનો ઉપયોગ લેવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલાઓનું નામ વીણા પ્રકાશ જૈન હતું. મળતી માહિતી અનુસાર છેલ્લા કેટલાય મહિનાથી વીણા જૈન દેખાતી ન હતી. તેથી તેની પુત્રીને પૂછવામાં આવ્યું ત્યારે તે અલગ અલગ જવાબ આપતી હતી. આખરે મૃત્યુ પામેલી મહિલાના ભાઈએ પોતાની દીકરીને પોતાની બહેનના ઘરે મોકલી હતી.
જ્યારે દીકરી ત્યાં આવી ત્યારે વીણા પડોશી એ જણાવ્યું કે, ડોસી કેટલાય દિવસથી દેખાતી નથી. ઘરમાં ખૂબ જ દુર્ગંધ આવે છે. બિલ્ડીંગનું ટોયલેટ કોમન હોવાથી ત્યાં પણ વીણા છેલ્લા ઘણા સમયથી આવતી જાતી દેખાતી નથી. જ્યારે પડો છીએ ઘરમાંથી આવતી દુર્ગંધ વિશે વીણાની દીકરી રિંપલને પૂછ્યું ત્યારે તેને જણાવ્યું કે અહીં ઉંદર ફરે છે અને તેનું એકદમ મૃત્યુ થઈ ગયું છે એટલે ઘરમાંથી ખૂબ જ દુર્ગંધ આવે છે.
એમ કહીને તે વાત ટાળી દેતી હતી. આ ઉપરાંત દીકરીને જ્યારે પોતાની માતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેને જણાવ્યું કે તે કાનપુર ગઈ છે અને ત્યાં આરામ કરે છે. આ બધી માહિતી પડોશીઓએ આપી હતી. આ વાતની જાણ મૃત્યુ પામેલી મહિલાના ભાઈને થતા જ તેને મામલો ખૂબ જ ગંભીરતાથી લીધો હતો અને ઘટનાની જાણ પોલીસને કરી હતી. ત્યારબાદ પોલીસની એક ટીમ રિંપલના ઘરે ગઈ હતી. ત્યાં તપાસ કરવામાં આવે ત્યારે ઘરમાંથી મહિલાના મૃતદેહના ટુકડા મળ્યા હતા.
મૃતદેહ ના ટુકડા પ્લાસ્ટિકના થેલામાં ભરીને કબાટમાં મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસે શંકાના આધારે મહિલાની દીકરીની પૂછપરછ કરી હતી. આ દરમિયાન તે વારંવાર પોતાના નિવેદન બદલતી હતી અને પોતાના બચાવ કરવાનો પ્રયત્ન કરતી હતી. એટલું જ નહીં પરંતુ આરોપીએ પોલીસને જણાવ્યું કે તેની માતા 27 ડિસેમ્બરના રોજ ઘરની ગેલેરીમાંથી નીચે પડી ગઈ હતી. હાલમાં તો મૃત્યુ પામેલી મહિલાની દીકરીની પૂછપરછ ચાલી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment