ખેડૂતોને મોકલવામાં આવેલા સંદેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવનારા નવા વર્ષની શરૂઆત એટલે કે 1 જાન્યુઆરી 2022 ના રોજ રાત્રે 12 વાગ્યાની આસપાસ પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ દસમો હપ્તો જાહેર કરી શકે છે.
માહિતી એવી પણ મળી રહી છે કે પીએમ મોદી તેજ દિવસે ખેડૂતોના ઉત્પાદક સંગઠનોને ઈક્વિટી ગ્રાન્ટ પણ જાહેર કરશે. આ કાર્યક્રમ સાથે ખેડૂતો દૂરદર્શન દ્વારા જોડાઈ શકે છે.
જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન યોજના માટે નોંધણી કરાવી હોય તો તમે યોજનાના લાભાર્થીઓની યાદીમાં તમારું નામ પણ ચકાસી શકો છો. અહીં આપેલી પ્રક્રિયાને અનુસરીને તમે તમારી યાદી માં તમારુ નામ સરળતાથી જોઈ શકો છો.
સૌપ્રથમ તમારે પીએમ કિસાન યોજના ની સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લેવાની રહેશે ત્યારબાદ તેના હોમપેજ પર farmers corner નામનો વિકલ્પ જોશો.
ખેડૂતોએ તે વિભાગમાં લાભાર્થીઓની યાદી ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. હવે તમે રાજ્ય, જિલ્લા, પેટા જિલ્લા, બ્લોક અને ગામની ડ્રોપ ડાઉન યાદીમાંથી પસંદગી કરી શકો છો પછી તમે રિપોર્ટ મેળવો પર ક્લિક કરો અને આ પછી લાભાર્થીઓની સંપૂર્ણ સૂચિ હશે જેમાં તમારું નામ તમે આસાનીથી ચકાસી શકો છો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment