ખેડૂતો ચિંતિત! રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Published on: 10:22 am, Thu, 23 December 21

રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો ગગડતાં કડકડતી ઠંડીનો હાલમાં લોકોને અહેસાસ થઇ રહ્યો છે. સામાન્ય રીતે ગુજરાતમાં ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં વધારે પડતી ઠંડી અનુભવાય છે. હાલ ગુજરાતમાં ઉત્તર-પૂર્વ ના પવનો ફુંકાઈ રહા છે અને આગામી 24 કલાક દરમિયાન કચ્છમાં કોલ્ડ વેવ ની આગાહી હવામાન વિભાગે કરી છે.

24 કલાક બાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધી જવાનું હવામાન વિભાગ નું અનુમાન છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે કે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે 22 ડિસેમ્બર થી 30 ડિસેમ્બર માં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદ થશે.

જેની અસર ગુજરાત ના વાતાવરણ પર થશે અને કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે.ગુજરાત ના પૂર્વ,ઉત્તર,મધ્ય,કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભાગોમાં માવઠું થવાની શક્યતા આપ સમાન બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ થતાં

અને અરબ સાગરમાં થી ભેજ આવતા જેની અસર ગુજરાત ના ભાગોમાં થશે.23 ડિસેમ્બરથી વાદળો છવાય જવાની શક્યતા રહેશે.

ધીમે ધીમે વધુ વાદળો છવાતાં રાજ્યના ભાગોમાં 24 ડિસેમ્બર બાદ માવઠું થવાની શક્યતા છે. વાદળછાયુ વાતાવરણ અને કમોસમી વરસાદ વચ્ચે તાપમાન ઘટવાની શક્યતા ને કારણે ઠંડીનો ચમકારો વધશે એટલે કે ઠંડી અને કમોસમી વરસાદ આવવાની શક્યતા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂતો ચિંતિત! રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી"

Leave a comment

Your email address will not be published.


*