મિત્રો હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમારા પર રુવાડા ઉભા થઇ જશે. આ ઘટનામાં પિતરાઈ બહેનની ચિતા પર સૂઈને ભાઈએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટના મધ્યપ્રદેશના સાગર પાસેના મઝગુવાન ગામમાં બની હતી. મળતી માહિતી અનુસાર પિતરાઈ બહેનનું કૂવામાં પડી જવાને કારણે કરૂણ મૃત્યુ નિપજયુ હતુ.
આ સમાચાર સાંભળીને પિતરાઈ ભાઈ 430 કિલોમીટર દૂર ધારથી પોતાના ઘરે આવ્યો હતો. તે પોતાના ગામે પહોંચ્યા બાદ સીધો સ્મશાન ગયો હતો. ત્યારબાદ પિતરાઈ બહેનની સળગતી ચિતા પર સૂઇ ગયો હતો. જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત હાલતમાં તેને હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું.
આ ઘટના રવિવારના રોજ સવારના સમયે બની હતી. મળતી માહિતી અનુસાર 21 વર્ષીય પ્રીતિ નામની દીકરી ગુરૂવારના રોજ સાંજે 6 વાગ્યાની આસપાસ ખેતરે ગઈ હતી. ત્રણ કલાક થઈ ગયા છતાં પણ પ્રીતિ ઘરે ન આવી, તેથી પરિવારના લોકોને એવું થયું કે તેની બહેનપણીના ઘરે ગઈ હશે. રાત્રિના 12 વાગી ગયા છતાં પણ પ્રીતિ ઘરે ન આવી, ત્યારબાદ પરિવારના લોકોએ ગામમાં તેની શોધખોળ શરૂ કરી હતી.
પરંતુ તે ગામમાં મળી આવી નહીં. શુક્રવારના રોજ સવારે નવ વાગ્યાની આસપાસ પ્રીતિના પિતા ખેતરે ગયા હતા. તેઓની શંકા હતી કે પ્રીતિ કૂવામાં તો નથી પડી ગઈને. તેથી તેમને કુવામાં મોટર મુકીને કુવાનું સંપૂર્ણ પાણી બહાર કાઢયું હતું. બે કલાક બાદ કુવામાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને પોલીસે કૂવામાંથી પ્રીતિના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પ્રીતિના મૃત્યુની જાણ ધારમાં રહેતા તેના 18 વર્ષીય પિતરાઈ ભાઈ કરણ ઠાકોરને કરવામાં આવી હતી. તેથી તે ગામે આવવા માટે પોતાની બાઇક લઇને નીકળી ગયો હતો.
શુક્રવારના રોજ પોલીસે પ્રીતિના મૃતદેહને તેમનાં પરિવારજનોને સોંપી દીધું હતું. શુક્રવારે 6 વાગે પરિવારના લોકોએ તેના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા અને ત્યારબાદ પરિવારના લોકો ઘરે પરત ફર્યા હતા. ત્યાં સુધીમાં પણ કરણ ઠાકોર ઘરે પહોંચ્યો ન હતો. શનિવારના રોજ સવારે સાતથી આઠ વાગ્યાની વચ્ચે કરણ ઠાકોર સ્મશાને પહોંચ્યો હતો. ત્યાં તે પોતાની બહેનની સળગતી ચિતા પર સૂઇ ગયો હતો.
લગભગ અગિયાર વાગ્યાની આસપાસ કેટલાક લોકોએ કરણા ઠાકોરને સળગતી હાલતમાં જોયો હતો. ત્યારબાદ તે લોકો કરણને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઇ જઇ રહ્યા હતા, ત્યારે રસ્તામાં કરણનું મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઇ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઇ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment