દેશમાં કોરોનાની મહામારી ને ધ્યાનમાં લઈને ઘણા રાજમાં લોકડાઉનવધાર્યું અને ઘણા રાજ્યોમાં લોકડાઉન માં થી રાહત આપી છે. ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન હળવા કરવાનો નિર્ણય કર્યો છે. હવે બાકીના રાજ્યમાં માં મારી ને ધ્યાનમાં રાખીને આગળ પગલાં લેવામાં આવશે.
દેશમાં હરિયાણા સરકારે રાજ્યમાં ફરી એક વખત લોકડાઉન વધાર્યું. રાજ્યમાં હવે 7 જૂન સુધી લોકડાઉન રહેશે. આ ઉપરાંત હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ એ જણાવ્યું કે 15 જૂન સુધી તમામ શિક્ષણ સંસ્થાઓ બંધ રહેશે. નાઈટ કર્ફ્યુનો સમય 10 થી સવારના 5 સુધી રહેશે.
આ ઉપરાંત દિલ્હીમાં લોકડાઉનના પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા. દિલ્હીમાં હવે 7 જૂન સુધી લોકડાઉન રહેશે. દિલ્હીમાં આજથી પ્રતિબંધ હોવા કરી દેવામાં આવશે.
કેરળના કોરોના ના કેસો સતત વધતા તેમના મુખ્યમંત્રીએ રાજ્યમાં 9 જૂન સુધી લોકડાઉન ની જાહેરાત કરી. કેરળની સાથે પોંડિચેરીમાં પણ 7 જૂન સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો. તમિલનાડુમાં પણ 7 જૂન સુધી લંબાવ્યું લોકડાઉન.
કર્ણાટકના મુખ્ય મંત્રીએ કહ્યું કે રાજ્યમાં કોરોના ના કેસો ઘટી રહ્યા છે તે માટે લોકડાઉન વધારાનો કોઇ પણ સવાલ ઉપસ્થિત થતો નથી પરંતુ કર્ણાટકમાં 7 જૂન સુધી લોકડાઉન રહેશે. ગોવા સરકારે શનિવારે કોરોના ના કરફયુ એ 7 જૂન સુધી વધારી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment