સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ થયું છે.વલસાડના કપરાડા ના કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપી દેતા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજીનામા જિલ્લા પ્રમુખ અને પૂર્વ સાંસદ સામે મનસ્વી વર્તન અને નિર્ણયો લેવા બાબતે આક્ષેપ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને જૂથવાદ ચરમસીમાએ આવી ગયા છે.મારુતિ માહિતી અનુસાર કપરાડા ને કોંગ્રેસ પ્રમુખ સોમા બાતરીએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ અને પૂર્વ સાંસદ કિશન પટેલ સામે મનસ્વી વર્તન.
અને નિર્ણયો લેવાનો આપશે કરીને રાજીનામું આપતા ખળભળાટ મચી ગયો છે. સોમા બાતરીએ રાજીનામું આપી દેતા કોંગ્રેસના નેતાઓ દોડતા થયા છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કપડા કોંગ્રેસને મોટો ફટકો પડયો હોય તેવું પણ કહી શકાય છે.
આગામી દિવસોમાં આવનારી ચૂંટણીને લઈને કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અલગ અલગ જગ્યા પર કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક કરી ને સક્ષમ નેતાઓને જવાબદારી સોંપી રહ્યા છે અને પક્ષમાં રહેલા વિખવાદને દૂર કરવાના પ્રયાસ કરી રહેલા છે.
કપરાડા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું પડતા કોંગ્રેસ સામે અનેક સવાલો ઉભા થયા છે.રાજીનામા આ દિગ્ગજ નેતાએ લખ્યું છે કે,કપરાડા કોંગ્રેસ સમિતિ ને વિશ્વાસમાં લીધા વગર જીલ્લા સમિતિના પ્રમુખ દિનેશ પટેલ અને દક્ષિણ ગુજરાત ઝોન ના પ્રભારી.
કિશન પટેલ મનસ્વી રીતે કાર્યકારી પ્રમુખ તરીકે હરેશ પટેલ ની નિમણૂક કરી છે. એ કપડા કોંગ્રેસ સમિતિની મંજૂરી નથી અને આના કારણે હું પ્રમુખ માંથી રાજીનામું મુકું છું. મનસ્વી રીતે નિર્ણય લેવાના કારણે કોંગ્રેસ પક્ષ નબળો પડતો જાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment