કોરોના ના નવા સ્વરૂપ ઓમીક્રોન થી બચવા માટે કંપનીએ બનાવી જોરદાર દવા,પુરે પુરી અસરકારક હોવાનો દાવો

ઓમીક્રોન સામે વેક્સિન કારગર હોવાનું WHO જણાવી રહી છે. પરંતુ હવે ઓમીક્રોન ની સામે વધુ એક દુનિયાને મળ્યું છે.અમેરિકી ડ્રગ નિર્માતા કંપની ફાઈઝરે જણાવ્યું કે કંપનીએ ઓમીક્રોન સામે 90 ટકા કારગર નીવડતી એક ગોળી બનાવી છે.

કંપનીનું કહેવું છે કે તેની આ દવા ઉચ્ચ જોખમ ધરાવતા દર્દીઓને મોટી હોસ્પિટલમા ભરતી થતા અટકાવી શકે છે. આ દવા કોરોના નવા સ્વરૂપ સામે પણ કારગર થઈ છે.ઓમીક્રોન સામે લડવા માટે ફાઇઝરે paxlovid નામની દવા બનાવી છે જે દિવસમાં બે વાર લઈ શકાય છે અને ઓમીક્રોન થી બચી શકાય છે.

ફાઈઝરે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે તેની દવા ની 1219 લોકો પર અટકાયત કરવામાં આવી હતી અને આ લોકોમાં મોટાભાગના લોકો મેદસ્વિતા, ગંભીર બિમારીથી પીડિત અથવા મોટી ઉંમરના લોકો હતા.

ફાઈઝરે એવું જણાવ્યું કે કંપની વાયરસ વિરોધી દવા માટે જીનીવા સ્થિત મેડિસિન્સ પેટન પુલ ને લાઇસન્સ આપશે જે જેનેરિક દવા નિર્માતા કંપનીને દવાનું ઉત્પાદન કરવા દેશે.

આના કારણે દુનિયાના 95 દેશો દવાનો ઉપયોગ કરી શકશે.કોરોનાવાયરસ નું નવુ સ્વરૂપ વિશ્વમાં દાવાનળની જેમ ફેલાઈ રહ્યું છે.

નિષ્ણાંતો કહે છે કે લક્ષણ હળવા હોવા છતાં પણ મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઈ શકે છે અને તેમને હોસ્પિટલમાં જવું પડે છે. આમાં ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી શકે છે. નિષ્ણાતોએ ચેતવણી એવા સમય આપી છે કે જ્યારે આ નવા સ્વરૂપથી બ્રિટનના એક વ્યક્તિનું મોત થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*