વિધાન પરિષદ ની ચૂંટણીનું પરિણામ થયું જાહેર,આ પાર્ટી ની થઈ ભવ્ય જીત

Published on: 10:06 am, Wed, 15 December 21

દેશના બે મોટા રાજ્યો કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ગઈકાલે વિધાન પરિષદની ચુંટણીનુ પરિણામ જાહેર થયું હતું. મળતી માહિતી મુજબ કર્ણાટકમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળી હતી. મહારાષ્ટ્રમાં ભાજપને છમાંથી ચાર બેઠકો પર ભવ્ય જીત મળી હતી.

કર્ણાટક વિધાન પરિષદ ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. મળતી માહિતી મુજબ ભાજપ 12 બેઠકો પર કોંગ્રેસ 9 બેઠકો પર અને જેડીએસ એક બેઠક પર આગળ હતું.

મહારાષ્ટ્રમાં સત્તાધારી મહા વિકાસ અખાડી ગઠબંધનને મોટો ફટકો લાગ્યો છે. ભાજપે નાગપુર સહિત રાજ્ય વિધાન પરિષદની છ બેઠકોમાંથી ચાર પર જીત મેળવી છે અને શિવસેના પાસે થી અકોલા વાશીમ બેઠક પર બાજી મારી છે.

જ્યારે ભાજપની જીત પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે ભાજપે મહા વિકાસ અખાડીના મિથક ને તોડી દીધું છે. ત્રણેય દરેક સાથે ચૂંટણી લડી રાજ્યમાં ચૂંટણી જીતી શકે છે.

ભારતમાં કારમી મોંઘવારીનો સામનો કરી રહેલા લોકોને કોઇ રાહત મળી નથી.24 કલાકની અંદર મોંઘવારીના મોરચે સામાન્ય લોકોને બીજો મોટો ઝટકો આપ્યો છે. રિટેલ મોંઘવારી બાદ જથ્થાબંધ મોંઘવારી પણ વધીને 14.23 ટકા થઈ ગઈ છે.

પાંચ મહિનામાં ખાધ ચીજોના ભાવ સૌથી વધારે થઈ ગયા છે. જથ્થાબંધ ભાવ આધારિત ડબલ્યુપીઆઇ ફુગાવો નવેમ્બરમાં એક વર્ષની ઊચી સપાટીએ 14.23 ટકા પર પહોંચ્યો છે તેનું સૌથી મોટું કારણ ખાધ ચીજોના ભાવ ખાધ ચીજોના ભાવ ખાધ કિંમતમાં ઉછાળો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!