ગુજરાતમાં હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકના વાવના કોરેટી ગામના તળાવમાં રહેલું પાણીનો કલર અચાનક બદલાઈ ગયો છે. તળાવ માં રહેલા પાણીનો કલર અચાનક ગુલાબી થઇ ગયો છે.
આ દ્રશ્ય જોઇને ગામના લોકો વિચારમાં પડી ગયા છે. તળાવની બાજુમાં વર્ષો જૂનો એક મહાદેવનું મંદિર આવેલું છે. તેથી લોકોની અનેક પ્રકારની ઈચ્છાઓ પણ સામે આવી રહી છે, જ્યારે કેટલાક લોકો આ વસ્તુને એક વૈજ્ઞાનિક ઘટના ગણાવી રહ્યા છે.
અચાનક જ તળાવનું પાણી ગુલાબી કલરનું થઇ જતાં ગામના લોકોમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટના બંધ ગામના લોકો વિચારમાં પડી ગયા હતા. સાત દિવસ અગાઉ અચાનક જ તળાવમાં રહેલા પાણીનો રંગ બદલાઈ ગયો હતો.
આ દ્રશ્યો જોવા માટે આજુબાજુના ગામના લોકો અહીં આવ્યા હતા. આ દ્રશ્ય જોઇને કેટલાક લોકો કહી રહ્યા છે કે આ એક વૈજ્ઞાનિક ઘટના છે. તળાવ નજીક નીલકંઠ મહાદેવનું વર્ષો જુનુ મંદિર હોવાથી લોકોની અનેક પ્રકારની આસ્થાઓ સામે આવી રહી છે.
ગુજરાતના આ ગામડામાં આવેલા તળાવના પાણીનો રંગ અચાનક થઇ ગયો ગુલાબી, ગામના લોકો વિચારમાં પડી ગયા આવું કેવી રીતે થયું… pic.twitter.com/6sNRhZm6pb
— GUJJU ROCKZ (@gujju_rockz) June 10, 2022
જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે મહાદેવના મંદિરના ચમત્કારે આ તળાવના પાણીને ગુલાબી રંગનું કરી નાખ્યું છે. તેથી આખું ગામ વિચારમાં પડ્યું છે કે શું ખરેખર આ શંકર ભગવાનનો ચમત્કાર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment