ગુજરાત માં વાયરસ ના વધતા જતા કેસોને વચ્ચે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કલોલના ગામની મુલાકાત લીધી હતી. ગુજરાતમાં જે રીતે કેસો વધી રહ્યા છે અને મે મહિનાની શરૂઆતથી વાયરસના કેસ ની ગતિ ધીમી તો પડી છે.
પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં હજુ ખૂબ જ ચિંતાજનક સ્થિતિ જોવા મળી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા મારુ ગામ કોરોના મુક્ત અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. એવામાં આજે મુખ્યમંત્રી રૂપાણી એક ગાંધીનગરના કલોલ ગામની મુલાકાત લીધી હતી.
આરસોડિયા ગામ માં મુખ્યમંત્રીએ કહ્યું કે જો ગુજરાતમાં હજુ પણ સ્થિતિ ખરાબ બને તો સરકારની તૈયારી છે અને સરકારે રાજ્યની હોસ્પિટલોમાં 1 લાખ બેડ તૈયાર કરી દેવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી આ ગામમાં મોટું નિવેદન આપ્યું હતું કે રાજ્યમાં ઑક્સિજનની અછતથી કોઈનું મૃત્યુ થયું નથી. પ્રથમ લહેર કરતા બીજી લહેર માં કેસ વધ્યા પરંતુ બેડ વગર લોકો હેરાન હોય તેવી સ્થિતિ નથી. રાજ્યમાં કેસ વધી રહ્યા છે.
અને સરકારે ત્રીજી રહેલી તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને સરકાર ઓક્સિજન અંગે મોનીટરીંગ કરી રહી છે. મુખ્યમંત્રી રૂપાણી ફરી લોકોને ઘરમાં રહેવા સલાહ આપી હતી.
અને કહ્યું હતું કે આ વાઇરસ પડકારનો સામનો કરીશું. બીજી લહેર માં આપણી પાસે વધારે વ્યવસ્થા છે ઓક્સિજન છે અન્ય સામગ્રીઓ પણ છે.
ઉપરાંત ડોક્ટર ઓપન છે અને પ્રથમ લહેર માં આપણી પાસે આટલી વ્યવસ્થા ન હતી. મુખ્યમંત્રી રૂપાણી એ લોકોને હિંમત અપાવતાં કહ્યું હતું કે જો ડર ગયા વો મર ગયા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment