દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આજરોજ સવારના સમય બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ઝડપથી આવતીકાલે રોડની બાજુમાં પાર્ક કરેલી કારને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં દિલ્હીમાં રહેતા બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
આ અકસ્માતની ઘટના મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર બની હતી. જ્યારે અકસ્માતની ઘટનામાં હરિયાણાના ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જાણવા મળી રહ્યું છે કે આ ઘટનામાં સસરા અને વહુનું મોત થયું છે. સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે જિલ્લાની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યારે મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે કાનપુર થી નોઈડા જઈ રહેલી hyundai કંપનીની કારમાં મથુરા એક્સપ્રેસ વે પર પંચર થઈ ગયું હતું.
જેથી કારચાલક યોગેન્દ્ર તિવારીએ કારને રોડની બાજુમાં પાર્ક કરી અને સ્ટેપની બદલવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન તેમની કારમાં બેઠેલી તેમની પુત્ર વધુ 22 વર્ષની પૂજા પણ બહાર આવીને ઉભી હતી. ઘટનાને લઈને હાઇવે ના કિનારે આવેલા ખેતરમાં કામ કરતા ગામના લોકોએ જણાવ્યું કે, હાઇવે રોડ ઉપર પાછળની તરફથી એક ઝડપી કાર આવી રહી હતી.
આ કારની સ્પીડ લગભગ 120 km જેટલી હતી. આ દરમિયાન આ ઝડપી કાર રોડના કિનારે ઉભેલી કાર સાથે અથડાઈ હતી. જાણવા મળી રહ્યું છે કે કારની ટક્કરના કારણે આ અકસ્માતની ઘટનામાં યોગેન્દ્ર તિવારી અને તેમની પુત્રવધુ પૂજનું ઘટના સ્થળે મોત થયું હતું.
જ્યારે બીજી કારમાં બેઠેલા ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારનો નંબર હરિયાણા નો હતો. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સસરા અને પુત્રવધુનું એકસાથે જ મોત થતાં પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment