લગ્નમાંથી પરત ફરી રહેલા પરિવારની કાર ખીણમાં ખાબકતા સર્જાયો ગંભીર અકસ્માત, પતિ અને પત્નીનું કરૂણ મૃત્યુ…

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક હસતો ખેલતો પરિવાર વિખેરાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર હિમાચલ પ્રદેશના મંડી જીલ્લામાં એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં એક કપલે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

મળતી માહિતી મુજબ મંડી જિલ્લામાં એક પરિવાર લગ્ન સમારોહમાં હાજરી આપીને પોતાની કારમાં ઘર તરફ પરત ફરી રહ્યા હતા. ત્યારે પંડાર વિસ્તારમાં તેમની કાર 300 ફૂટ ઉંડી ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતની ઘટના બની ત્યારે કારની અંદર કુલ પાંચ લોકો સવાર હતા.

જેમાં 33 વર્ષીય ઇન્દ્રસિંહ નામના યુવકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. આ અકસ્માતની ઘટનામાં ઇન્દ્રસિંહ 27 વર્ષીય પત્ની કાન્તા દેવી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ઘટના બની ત્યારે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઈન્દ્રસિંહની પત્નીનું કરૂણ મૃત્યુ થયું હતું. આ અકસ્માતની ઘટનામાં 40 વર્ષીય ડોલા રામ, 32 વર્ષીય પ્રભા દેવી અને 7 વર્ષીય રુહીન ઈજાગ્રસ્ત થયો હતો. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. જ્યારે આ અકસ્માતની ઘટના બની ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

તેઓએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત કયા કારણોસર થયો છે તેને લઈને પોલીસ તપાસ કરી છે. પતિ અને પત્નીનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*