દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારની કાર ટ્રક સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, 2 લોકોના કરૂણ મૃત્યુ…

Published on: 3:53 pm, Mon, 21 February 22

અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અત્યાર સુધીમાં અકસ્માતમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે મધ્યપ્રદેશમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના મધ્યપ્રદેશના બાંદરીમાં બની હતી.

મળતી માહિતી અનુસાર મંદિરેથી દર્શન કરીને પાછા ફરતા પરિવારને રસ્તામાં અકસ્માત નડયો હતો. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા છે. જ્યારે અકસ્માત બન્યો ત્યારે ગાડીમાં 10 લોકો સવાર હતા.

મળતી માહિતી અનુસાર પરિવાર કુંડળપુર દર્શન કરવા માટે ગયો હતો. જ્યારે પરિવાર દર્શન કરીને પરત ફરી રહ્યું હતું ત્યારે રસ્તામાં તેમની અકસ્માત નડયો હતો. અકસ્માતમાં પરિવારના બે સભ્યોના ઘટના સ્થળે કરૂણ મૃત્યુ થયા હતા બાકીના લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

ઘટનાના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. તેઓ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પરિવાર દર્શન કરીને ઘરે આવી રહ્યું હતું. ત્યારે ખૂબ જ ખુશ હતું. પરંતુ અકસ્માતના કારણે પરિવારમાં ખુશીના માહોલમાં માતમ છવાઇ ગયો હતો.

મળતી માહિતી મુજબ પરિવાર ટાવેરા કારમાં ઘરે પરત ફરી રહ્યું હતું. લગભગ રાત્રે 10 વાગ્યાની આસપાસ દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં અચાનક ટ્રક સાથે કારની ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો ભાંગીને ભુક્કો થઈ ગયો હતો.

સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ ઘટનામાં વૃદ્ધ માતા-પિતાનું કરણ નું મૃત્યુ થયું છે. અકસ્માતના પગલે પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારની કાર ટ્રક સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, 2 લોકોના કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*