સમગ્ર દેશભરમાં સારો એવો વરસાદી મહોલ જામ્યો છે. અનેક જગ્યાએ ધોધમાર વરસાદ પડવાના કારણે નદી નાળાઓ છલકાઈ ગયા છે. અનેક રસ્તાઓને પુલ ઉપર નદીના પાણી વહેવા લાગ્યા છે. ત્યારે ઉત્તર પ્રદેશના ચંપાવતમાં બનેલી એક રુવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે.
ચંપાવતમાં મંગળવારના રોજ એક મોટી અકસ્માતની ઘટના બની હતી. જેમાં એક બસ લોકોની નજર સામે પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ અકસ્માતની ઘટના ટનકપુરાના કિરોડા નાળા પર બની હતી.
મળતી માહિતી અનુસાર સ્થાનિક લોકોની મદદથી બસના ડ્રાઇવર અને હેલ્પરને સુરક્ષિત રીતે બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં બસ ચાલક અને હેલ્પરને ઇજા પહોંચી છે. મળતી માહિતી અનુસાર બંનેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બસ બાળકોને લેવા જઈ રહી હતી, ત્યારે આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનાના વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે એક સ્કૂલ બસ ચાલક પુલ ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે.
ત્યારે અચાનક પાણીના જોરદાર પ્રવાહમાં બસ તણાઈ જાય છે. આ ઘટના બન્યા બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક બસ ચાલક અને હેલ્પર ને બચાવી લીધા હતા. સ્થાનિક લોકોએ આ ઘટનાનો વિડીયો પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
उत्तराखंड के चंपावत में बह गई स्कूल बस pic.twitter.com/hS8pHtBgNq
— अजीत तिवारी (@ajittiwari24) July 19, 2022
આ ઘટનાની જાણ થયા બાદ ઘટના સ્થળે પ્રશાસનના લોકો પહોંચી ગયા હતા. આ વિડીયો ટ્વીટર પર @AjitTiwari24 નામના વ્યક્તિએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં શેર કર્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને ભલભલા લોકોના શ્વાસ અધર થઈ ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment