આપણે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોઈએ છીએ. ઘણા વિડીયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વીડિયો જોઈને આપણે ભાવુક થઈ જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને તમે પણ રડી પડશો.
મિત્રો આપણા ઘરે કોઈપણ લગ્ન પ્રસંગ હોય ત્યારે આપણા બધા સગા સંબંધીઓ હાજર હોય છે. પરંતુ જ્યારે લગ્ન પ્રસંગમાં નજીકના વ્યક્તિ જ હાજર ન હોય ત્યારે ખૂબ જ મન દુઃખ થાય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક દુલ્હન પોતાના હાથમાં પોતાના પિતાનો ફોટો લઈને લગ્ન મંડપ તરફ જઈ રહી છે.
આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર તમામ લોકો ભાવુક થઈ ગયા હતા.વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક દુલ્હન તૈયાર થઈને લગ્નમંડપ તરફ જઈ રહી છે. ત્યારે દુલ્હનના એક હાથમાં તેના દાદાજીનો હાથ છે અને બીજા હાથમાં પોતાના સ્વર્ગસ્થ પિતાનો ફોટો છે. દીકરીના હાથમાં પિતાનો ફોટો જોઈને ત્યાં હાજર તમામ લોકો રડી પડ્યા હતા.
મળતી માહિતી અનુસાર આપણને વીડિયોમાં જોવા મળતી દુલ્હનનું નામ પ્રિયંકા ભાટી છે. પ્રિયંકા જ્યારે માત્ર 9 વર્ષની હતી, ત્યારે કેન્સરની ગંભીર બીમારીના કારણે તેના પિતાનું નિધન થયું હતું. પિતાના નિધન થયા બાદ પ્રિયંકાના દાદાએ તેને સંભાળી લીધી હતી.
પિતાના મૃત્યુ બાદ પ્રિયંકા ને પોતાના પિતાની ખૂબ જ યાદ આવી હતી. પિતાના મૃત્યુ બાદ પ્રિયંકાનો ઉછેર તેના દાદાએ કર્યો છે. પ્રિયંકા એ જણાવ્યું કે હું મારા દાદાને ખૂબ જ કઠોર વ્યક્તિ તરીકે જાણતી હતી, પરંતુ મારા પિતાના મૃત્યુ બાદ દાદા ખૂબ જ નરમ બની ગયા હતા.
View this post on Instagram
હું યોગ્ય રીતે અભ્યાસ કરું છું અને મારે શું જોઈએ છે તે દરેક વસ્તુનું ધ્યાન મારા દાદા રાખતા હતા. પ્રિયંકાનો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો instagram પર પ્રિયંકા એ પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે. વાયરલ થઇ રહેલો વિડિયો ખૂબ જ લોકોને પસંદ આવી રહ્યો છે. વીડિયો જોઈને ઘણા લોકો તો રડી પડ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment