અત્યારે સોશિયલ મીડિયા પર ઘણા એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જે સાંભળીને આપણે ચોકી જઈએ છીએ. આવો જ એક કિસ્સો કેરળના અલપ્પુઝામાંથી સામે આવ્યો છે. કેરળના અલપ્પુઝામાં દૂષિત પાણીમાં ફ્રી લિવિંગ અમીબા ના કારણે 15 વર્ષના છોકરાનું મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી છે. દૂષિક પાણીમાં જોવા મળતા એક પ્રકારનો અમીબા આ બાળકના મોતનું કારણ બન્યું છે.
આ અમીબા નાક દ્વારા મૃતકના મગજમાં પહોંચી હતી. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ આરોગ્ય અધિકારીઓએ દૂષિત પાણીમાં નહાવાનું ટાળવાની સલાહ આપી છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જ આ વિશે જણાવ્યું કે અલપ્પુઝા જિલ્લાના પવનવલ્લીનો એક 15 વર્ષનો છોકરો ‘પ્રાઇમરી એમોબીક મેનિન્ગોએન્સફાલીટીસ થઈ સંક્રમિત હતો.
આ મામલાને જોતા જિલ્લા આરોગ્ય અધિકારીઓએ લોકોને દૂષિત પાણીમાં નહાવાનું ટાળવાની સલાહ આપી છે. છોકરાના મૃત્યુ ની પુષ્ટિ કરતા મંત્રીએ કહ્યું કે અગાઉ રાજ્યમાં આ દુર્લભ રોગ ના પાંચ કેસ નોંધાયા હતા. તેમણે તિરુવનંતપુરમાં જણાવ્યું કે પહેલો કેસ 2016 માં અલપ્પુઝા ના તિરુમાલા વોર્ડમાં નોંધાયો હતો.
તેમણે માહિતી આપી હતી કે મલપ્પુરમાં 2019 અને 2020 માં બે કેસ નોંધાયા હતા. 2020 માં કોઝિકોડ અને 2022 માં થ્રિસુરમાં એક કેસ નોંધાયો હતો. આ રોગ ના લક્ષણોમાં તાવ આવવો, માથાનો દુખાવો, ઉલટી અને હુમલાઓ થવા એ આ રોગના મુખ્ય લક્ષણો છે.જ્યોર્જ કહ્યું કે બધા સંક્રમિત દર્દીઓ મૃત્યુ પામ્યા છે, તેમણે જણાવ્યું કે મગજના આ દુર્લભ ચેપમાં મૃત્યુ દર 100% છે.
મંત્રીએ માહિતી આપી હતી કે આજે સ્થિર પાણીમાં જોવા મળતા મુક્ત જીવતા અમીબા ના કારણે થાય છે. ચિકિત્સકો ના મતે જ્યારે મુક્ત-જીવત, બિન-પરોપજીવી અમીબા બેક્ટેરિયા નાક દ્વારા શરીરમાં પ્રવેશે છે. ત્યારે માનવ મગજને ચેપ લાગે છે, આ એક ગંભીર રોગ છે. તેને ધ્યાનમાં રાખીને જિલ્લા આરોગ્ય અધિકારીઓએ લોકોને દૂષિત પાણીમાં નાહવું નહીં અને દૂષિત પાણીથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment