સુરત શહેરમાં દિવસેને દિવસે અસામાજિક તત્વોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે બુટલેગરોને પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી. ત્યારે હાલમાં સુરતમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં સુરત ગ્રામ્ય પોલીસે બુટલેગર ઉપર લાઈવ રેડ કરી હતી.
જેમાં ઉમરપાડાથી કેવડીને જોડતા રસ્તા ઉપર કાંઈક એવું બન્યું કે જે પોલીસ કર્મીઓએ પણ નહીં વિચાર્યું હોય. અહીં બેફામ બનેલા બુટલેગરોએ ઉમરપાડા પોલીસ જવાનો પર કાર ચડાવી હતી. સદનસીબે આ ઘટનામાં ઉમરપાડા પોલીસના બે જવાનોનો બચાવ થયો હતો. હવે આ બેફામ બનેલા બુટલેગરો પોલીસ પર પણ જીવલેણ પ્રહાર કરતાં અચકાતા નથી.
આ ઘટનાનો વિડીયો સામે આવતા હોય એવું લાગી રહ્યું છે કે, બુટલેગરોને પોલીસનો જરાક પણ ડર રહ્યો નથી. આ ઘટનાનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર ઉમરપાડા પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. જેના પગલે ઉમરપાડા પોલીસે બાતમીવાળી કારનો પીછો કર્યો હતો.
ત્યારબાદ બુટલેગરો પોતાની કાર શરદા ગામ નજીક મૂકીને ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. પોલીસને આ કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળ્યો હતો. મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના ઉમરપાડા પોલીસને એવી બાતમી મળી હતી કે એક કારમાં મોટી માત્રામાં વિદેશી દારૂ આવી રહ્યો છે.
બાતમીના આધારે પોલીસે પોતાની કામગીરી શરૂ કરી દીધી હતી. આ દરમિયાન પોલીસ દ્વારા એક પસાર થતી કારને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ બુટલેગરો ખૂબ જ પુરપાટ ઝડપે કાર ચલાવી રહ્યા હતા. તેથી પોલીસે પુરપાટ ઝડપે જઈ રહેલી બુટલેગરોની કારનો અલગ અલગ વાહનો દ્વારા પીછો કર્યો હતો.
સુરતના ઉમરપાડામાં ફરી સર્જાયા ફિલ્મી દ્રશ્યો..
બુટલેગરોએ પોલીસ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો..
પોલીસથી બચવા ગાડી ફિલ્મી ઢબે ભગાવી..
બે પોલીસ જવાનો પર ગાડી ચઢાવવાનો પ્રયાસ..
સદનસીબે પોલિસ જવાનોનો બચાવ..#Surat #Police #viralvideo @sanghaviharsh @CP_SuratCity pic.twitter.com/Yv3Svo8noK— Hasmukh Ramani (@Ramani_Has) August 23, 2022
આ દરમિયાન કારચાલક બુટલેગરે બાઈક પર સવાર બે પોલીસ જવાનો પર કાર ચડાવી દીધી હતી. પરંતુ સદનસીબે બંને પોલીસ જવાનનો બચાવ થયો હતો. આ ઘટનામાં બાઈકને નુકસાન પહોંચ્યું હતું. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment