ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હળવદમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. અહીં એક મહિલા પ્રિન્સિપાલે અડાલજના એક ફ્લેટમાં ગળા ફાસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.
બંધ મકાનમાંથી મળી આવેલું મૃતદેહ આશાકુમારી વાઢેર નામની મહિલાનું છે. મળતી માહિતી અનુસાર આશાકુમારીનું મૃતદેહ અદાલજમાં આવેલા પાર્શ્વનાથ ફ્લેટ માંથી મળી આવ્યું હતું. આશા કુમારીએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની કોઈપણ માહિતી સામે આવી નથી. પોલીસે મૃત્યુનું કારણ જાણવાની કામગીરીઓ શરૂ કરી દીધી છે.
પોલીસે બંધ રૂમની તપાસ શરૂ કરી દીધી છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલાનું મૃતદેહ બે ત્રણ દિવસ જૂનું હતું. પોલીસે વધુ તપાસ કરીને એક બાદ એક ચોકાવનારી માહિતી સામે આવી છે. આશાબેન હળવદમાં એક હાઈસ્કૂલમાં પ્રિન્સિપલ હતા. પહેલા તેઓ રાજકોટમાં એક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા.
ત્યારબાદ આશાબેન ક્લાસ બે ની પરીક્ષા આપીને પ્રિન્સિપલ બન્યા હતા. આશાબેન હળવદના મેરુપર ગામના હતા. 30 ઓગસ્ટના રોજ આશાબેન ગુમ થયા હતા. તેમના ગુમ થવાની ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે, આશાબેન પોતાના કોઈ મિત્રના મારફતે અડાલજમાં આવેલા પાર્શ્વનાથ ફ્લેટમાં રોકાયા હતા.
આશાબેને કયા કારણોસર આ પગલું ભર્યું તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે આશાબેન ના લગભગ ચાર વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા અને તેઓ એકલા પોતાનું જીવન જીવી રહ્યા હતા. પોલીસને તપાસ દરમિયાન આશાબેન પાસેથી તેમને લખેલી સુસાઇડ નોટ મળી હતી.
તેમાં આશા બેને ઉલ્લેખ કર્યો હતો કે, હું મારી મરજીથી આ પગલું ભરી રહી છું, જેના માટે કોઈ જવાબદાર નથી. જેના પગલે પોલીસે સુસાઇડ નોટ ને કબજે લઈને હેન્ડરાઇટિંગ એક્સપર્ટની મદદ લે છે. પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment