હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં 7 દિવસ પહેલા ઘરની સામેથી ગુમ થયેલી 8 વર્ષની બાળકીનું મૃતદેહ મળી આવતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યો છે. ગુમ થયેલી બાળકીનું મૃતદેહ ખુલ્લા મેદાનમાંથી મળી આવ્યું છે. સમગ્ર ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
માસુમ બાળકી અચાનક ઘરની સામેથી ગુમ થઈ ગઈ ત્યારે માતાએ દીકરીનું અપહરણ થયું છે તેવી આશંકા વ્યક્ત કરી હતી. હાલમાં તો પોલીસે માસુમ બાળકીના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસથી બચવા માટે આરોપીએ માસુમ બાળકીનો જીવ લઈને તેના મૃતદેહને ખુલ્લા મેદાનમાં ફેંકી દીધું હશે.
હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપીને શોધવા માટે ઘટના સ્થળે આસપાસ લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટના છત્તીસગઢના રાયપુરમાં બની હતી. બાળકીનું મૃતદેહ તેના ઘરથી 500 મીટર દૂર એક ખુલ્લા મેદાનમાં મળી આવ્યું હતું. અહીં રહેતા લોકોને ખૂબ જ દુર્ગંધ આવવા લાગી હતી.
ત્યારબાદ જોવા મળ્યું કે કોલોનીના પાછળના ભાગમાં ઝાડી ઓમાં એક મૃતદેહ પડ્યો છે. ત્યારબાદ સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. મંગળવારના રોજ મોદી રાત્રે બાળકીનું મૃતદેહ મળી આવ્યું હતું. બાળકીના મૃતદેહને કપડાં અને થરમોકોલમાં લપેટીને ફેંકી દેવામાં આવ્યું હતું.
પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે બાળકીનો જીવ અન્ય જગ્યાએ લેવામાં આવ્યો હશે અને ત્યારબાદ તેના મૃતદેહને અહીં ફેંકી દેવામાં આવ્યું હશે. બાળકીનું મૃતદેહ મળ્યા બાદ પોલીસે હવે તેના પિતા રાજુ યાદવને કસ્ટડીમાં લીધા છે. પોલીસ હાલમાં બાળકીના પિતાની પૂછપરછ કરી રહી છે. લગભગ એક અઠવાડિયા પહેલા 8 વર્ષની દુર્ગા નામની બાળકી પોતાના ઘરની સામે રમી રહી હતી.
અચાનક જ દુર્ગા રમતી રમતી ગુમ થઈ ગઈ હતી. ત્યારબાદ પરિવારના લોકોએ તેની શોધખોળ કરી હતી પરંતુ બાળકીનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો ન હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે. બાળકી સાથે શું થયું અને તેનો જીવ કોને લીધો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment