સુરેન્દ્રનગરમાં સ્વામિનારાયણ મંદિરના સ્વામીનું મૃતદેહ પાણીની ટાંકી માંથી મળી આવ્યું – જાણો શું છે સમગ્ર ઘટના…

સુરેન્દ્રનગરમાં બનેલી ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના બધાને હચમચાવી દીધા છે. સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેશન પાસે આવેલા SMVS સ્વામિનારાયણ મંદિરમાં છેલ્લા ચાર વર્ષથી મુખ્ય સ્વામીની ભૂમિકા નિભાવતા સ્વામીજીનું મૃતદેહ પાણીના ટાંકા માંથી મળી આવ્યું છે. આ ઘટના બનતા ચારેબાજુ અફરાતફરી મચી ગઇ હતી.

સ્વામીજીનું મૃત્યુ થતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. આ ઘટનાની જાણ થતા જ સંપ્રદાયના સંતો અને હરિભકતોમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. સુરેન્દ્રનગર બસ સ્ટેશન પાસે આવેલા એસએમવીએસ મંદિરના મુખ્ય તરીકે અનાદી સ્વરૂપદાસજી ગુરૂ દેવનંદદાસજી સ્વામી મુખ્ય સ્વામી તરીકે સેવા આપતા હતા.

તેઓએ 21 વર્ષની ઉંમરે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુ થયા હતા. ગુરૂવારના રોજ તેમનો મૃતદેહ મંદિરની પાણીની ટાંકી માંથી મળી આવ્યું હતું. 44 વર્ષની ઉંમરે તેમનું કરૂણ મૃત્યુ થયું છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી રીતે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર સ્વામીજીના મૃત્યુના આગલી રાતે મંદિરમાં પાટોત્સવ હતો. આ પાટોત્સવમાં અનાદી સ્વામીએ વિદ્યાર્થીઓ અને હરિભકતોને સત્સંગનો લાભ આપ્યો હતો. પાટોત્સવ પૂરો થયા બાદ બધા લોકો સૂઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર સવારે સોમીજી જોવા ન મળ્યા તેથી હરિભક્તોએ તેમની શોધખોળ કરી હતી.

હરિભક્તોએ બધી જગ્યાએ સ્વામીજીની શોધખોળ કરી. ત્યારે ઉપરના રૂમની બારીમાંથી પાણીની ટાંકી પાસે સ્વામીજીના વસ્ત્રો અને મોબાઈલ જોવા મળ્યો હતો અને ટાંકીનું ઢાંકણું ખુલ્લુ હતું. આથી હરિભક્તોએ ત્યાં તપાસ કરી હતી. હરિભક્તોને ટાંકીની અંદર સ્વામીજીનું મૃતદેહ દેખાયું હતું.

આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને મંદિરના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા છે. સ્વામીજીનું મૃત્યુ કયા સંજોગોમાં થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં પોલીસ આ સમગ્ર ઘટનાને લઇને તપાસ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*