કરજણ નદીના ધોધમાં નાહવા પડેલા પડેલા 3 મિત્રો માંથી 2 મિત્રોના ડૂબી જવાના કારણે કરૂણ મૃત્યુ, એક સાથે બે અર્થી ઉઠતા આખું ગામ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી..

Published on: 11:42 am, Tue, 5 April 22

નેત્રંગ તાલુકામાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે યુવકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. નેત્રંગ તાલુકાના ધણીખુટ ગામની નજીક આવેલી કરજણ નદી પર ધારીયા ધોધ માં નાહવા પડેલા ત્રણ મિત્રો માંથી બે મિત્રો નદીના ઉંડા પાણીમાં ડૂબી ગયા હતા.

આ કારણોસર બંનેના કરૂણ મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા બંને યુવકો જંબુસર તાલુકાના ઉબેર ગામના રહેવાસી હતા. બંનેના મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. બંને યુવકોની અંતિમ યાત્રામાં આખું ગામ હિબકે ચડયું હતું.

મળતી માહિતી અનુસાર જંબુસર ઊભેર ગામમાં સ્વામિનારાયણ સત્સંગી યુવાનો ખાનગી લક્ઝરી બસમાં સવાર થઈને નેત્રંગ ગામના સ્વામિનારાયણ મંદિર આત્મીય સ્નેહમિલન માં આવ્યા હતા. આ કાર્યક્રમ સાંજનો હતો. પરંતુ ઊભેર ગામના યુવકો સવારે જ ત્યાં પહોંચી ગયા હતા.

તેથી તેમને નેત્રંગ તાલુકાના ઘણીખુટ ગામ નજીક આવેલી કરજણ નદી પર ધારીયા ધોધમાં ફરવા જવાનું નક્કી કર્યું હતું. ત્રણ મિત્રો ધોધમાં ન્હાવા પડ્યા હતા. ત્યારે અચાનક ત્રણેય મિત્રો ડૂબવા લાગ્યા હતા. જેને બચાવા સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ત્રણ યુવકો માંથી એક યુવકને બચાવી લીધો હતો.

બે યુવકો નદીના ઊંડા પાણીમાં ચાલ્યા ગયા હતા. કલાકોની શોધખોળ બાદ બન્ને યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા.  ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે બન્ને યુવકોના મૃતદેહ કબજે લઇને પોસ્ટ મોર્ટમ માટે નેત્રંગની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

પોસ્ટમોર્ટમ થયા બાદ બંનેના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. બંને યુવકોની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને અંતિમ યાત્રા દરમિયાન આખું ગામ હિબકે ચઢયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કરજણ નદીના ધોધમાં નાહવા પડેલા પડેલા 3 મિત્રો માંથી 2 મિત્રોના ડૂબી જવાના કારણે કરૂણ મૃત્યુ, એક સાથે બે અર્થી ઉઠતા આખું ગામ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી.."

Leave a comment

Your email address will not be published.


*