એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચાર દિવસ પહેલા ગુમ થયેલા બાળકનું મૃતદેહ કૂવામાંથી મળી આવતા ભારે અફરાતફરી મચી ગઇ છે. મળતી માહિતી અનુસાર આ ઘટના મથુરાના ગોવર્ધન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. અહીં એક 9 વર્ષના બાળકનો મૃતદેહ કૂવામાંથી મળી આવ્યું છે.
ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. ઉપરાંત પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે બાળકના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવાના પ્રયાસો કર્યા, પરંતુ રોષે ભરાયેલા લોકોએ બાળકના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવા ન દીધું.
મળતી માહિતી અનુસાર 14 એપ્રિલના રોજ આંબેડકર શોભાયાત્રા નીકળી હતી. ત્યારે ઘરની બહાર રમતો નવ વર્ષનો બાળક અચાનક ગુમ થઈ ગયો હતો. મૃત્યુ પામેલા બાળકનું નામ નિતીન હતું. 14 એપ્રિલના રોજ નિતીન અચાનક ગુમ થઈ ગયો હતો. ત્યાર બાદ બાળકની ઘણી શોધખોળ કરી પરંતુ બાળક મળ્યો નહીં.
આટલું જ નહીં પરંતુ રવિવારના રોજ બાળકના પરિવારજનો અને નગરના રહેવાસીઓ મળીને પોલીસ ચોકીને ધેરી લીધી હતી. ત્યારે આજરોજ વહેલી સવારે જૂનાગઢ જિલ્લાના કૂવામાંથી નવ વર્ષના નિતીન મૃતદેહ પડેલું જોઈને ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ વાતની જાણ થતાં જ આસપાસના લોકો અને પરિવારજનો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.
પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. રોષે ભરાયેલા લોકોએ કૂવામાંથી પોલીસને નિતીન મૃતદેહ બહાર કાઢવા ન દીધું. આ ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઉચ્ચ અધિકારીઓએ રોષે ભરાયેલા લોકોને શાંત પાડ્યા હતા.
ત્યારબાદ પોલીસે બાળકના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યું હતું અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બાળકના મૃત્યુનું સાચુ કારણ જાણી શકાશે. પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment