દીકરાની નજર સામે માતા-પિતાના મૃત્યુ : ભાવનગર વલભીપુર હાઈવે પર માતાજીના દર્શન કરવા જઈ રહેલા પરિવારને નડ્યો અકસ્માત…

Published on: 3:44 pm, Mon, 18 April 22

ગુજરાતમાં આજકાલ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ભાવનગર વલભીપુર રોડ પર બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતની ઘટનામાં દીકરાની નજર સામે માતા-પિતાનું મૃત્યુ થયું છે. ઘટનાના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

ઉપરાંત ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી મુજબ ભાવનગર વલભીપુર રોડ પર શિહોર તાલુકાના જાંબાળા ગામ નો પરિવાર માતાજીના દર્શન કરવા જઈ રહ્યો હતો. ત્યારે એક ટ્રક ચાલકે તેમની બાઇકને અડફેટેમાં લીધી હતી.

આ ઘટનામાં બાઈક પર સવાર પતિ પત્નીનું કરૂણ મૃત્યુ થયું હતું. જ્યારે આસપાસના લોકો દ્વારા ઈજાગ્રસ્ત થયેલા બાળકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર જાંબુડા ગામમાં રહેતા ભદ્રેશભાઈ પોતાની બાઈક પર તેમની પત્ની પાયલબેન અને પાંચ વર્ષના દીકરા સાથે ઉમરાળા તાલુકાના દડવા ગામ પાસે આવેલા રાંદલ માતાજીના મંદિરે જતા હતા.

ત્યારે ભાવનગર વલભીપુર રોડ પર ચમારડી ગામની આગળ પેટ્રોલ પંપ પાસે એક બેકાબૂ ટ્રકચાલકે ભદ્રેશભાઈની બાઈકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં ભદ્રેશભાઈ અને તેમની પત્ની પાયલ બેનનું કરૂણ મૃત્યુ થયું હતું. ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા.

લોકોએ ભેગા મળીને ઈજાગ્રસ્ત થયેલા બાળકની સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટનાને પગલે હાઇવે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઉપરાંત વલ્લભીપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દીકરાની નજર સામે માતા-પિતાના મૃત્યુ : ભાવનગર વલભીપુર હાઈવે પર માતાજીના દર્શન કરવા જઈ રહેલા પરિવારને નડ્યો અકસ્માત…"

Leave a comment

Your email address will not be published.


*