હરિયાણામાં બનેલી ચોકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ હરિયાણાના કર્નાલ જિલ્લાના કમાલપુરા ગામમાં પાંચ વર્ષનો બાળક 5 એપ્રિલના રોજ ગુમ થઈ ગયો હતો. અને 6 એપ્રિલના રોજ બાળકનું મૃતદેહ મળી આવતા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. પોલીસે બાળકના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યું હતું.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા જ ચારે બાજુ અફરાતફરી મચી ગઇ હતી. કારણકે પોસ્ટમોર્ટમમાં એક ચોંકાવનારો ખુલાસો થયો હતો. મૃત્યુ પામેલા બાળકનું નામ જશ હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે, જશનું મૃત્યુ ગળું દબાવવાના કારણે થયું છે. મળતી માહિતી અનુસાર પાંચ એપ્રિલના રોજ જશ બપોરના સમયે પોતાની માતાની પાસે પૈસા લઈને ખાવાની વસ્તુ ખરીદવા માટે નીકળ્યો હતો.
અને ત્યારબાદ જશ ગુમ થઈ ગયો હતો અને બીજા દિવસે જશનું મૃતદેહ મળી આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ કરી હતી પરંતુ પૂછપરછમાં કઈ સામે આવ્યું નહીં.
તેથી મૃત્યુ પામેલા બાળકના પરિવારજનોને નેશનલ હાઇવે બ્લોક કરી દીધો હતો. મળતી માહિતી જશના કાકાએ ત્રણ મહિના પહેલા તેના કાકાના પુત્ર રાજેશના પરિવાર સાથે જમીનની બાબતે માથાકુટ થઇ હતી. તેથી પોલીસે શંકાના આધારે પરિવારજનોને કસ્ટડીમાં લીધા છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે.
આ ઘટના બનતા જ પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઇ ગયો છે. જશના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે, જશને સૌપ્રથમ ઉપાડી લીધો હતો અને ત્યારબાદ તેનું ગળું દબાવીને તેનો જીવ લઇ લીધો હતો. હાલમાં પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment