લીંબુના ભાવએ હવે સામાન્ય જનતાનો રસ કાઢી નાખ્યો! બજારમાં 1 કિલો લીંબુનો ભાવ પહોંચ્યો આટલા રૂપિયા…

Published on: 10:48 am, Sat, 9 April 22

દેશમાં દિવસેને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓ ના ભાવ આસમાને સપાટીએ પહોંચી રહ્યા છે. દેશમાં ખાદ્યતેલમ, સીએનજી ગેસ, પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ અને શાકભાજીના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે બજારમાં લીંબુના ભાવ આસમાને સપાટીએ પહોંચી ગયા છે. રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુના ભાવ વધારો થવાનું શરૂ થઇ ગયું હતું.

ગયા વર્ષે આવેલા વાવાઝોડાના કારણે લીંબુના પાકને ભારે નુકસાન થયું હતું. આ કારણો છે લીંબુના ભાવ ઊંચા જોવા મળી રહ્યા છે. માર્કેટયાર્ડમાં લીંબુનો હોલસેલ ભાવ 200 રૂપિયાથી લઈને 250 રૂપિયા ચાલી રહ્યો છે. છૂટક વેપારીઓ શાકમાર્કેટ અથવા તો લારીવાળાને 275 રૂપિયાથી લઈને 300 રૂપિયાના કિલો લીંબુ વેચી રહ્યા છે.

\લારીવાળા પોતાનો નફો ચડાવીને જનતાને લીંબુ 350 રૂપિયાથી લઈને 370 રૂપિયાના કિલો લીંબુ વેચી રહ્યા છે. હજુ પણ આગામી સમયમાં લીંબુના ભાવમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ છે. લીંબુના ભાવની સાથે અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે.

ગયા વર્ષ કરતાં લીંબુના ભાવ માં ત્રણ ગણો વધારો થઇ ગયો છે. ઉનાળામાં લોકો લીંબુ પાણીનું સેવન કરવાનું વધારે પસંદ કરતા હોય છે. પરંતુ લીંબુના ભાવ હવે લોકો લીંબુનું સેવન કરવાનું બંધ કરી દીધું છે.

જો આ જ રીતે લીંબુના ભાવ અને અન્ય શાકભાજીના ભાવ વધતા રહ્યા તો સામાન્ય જનતાને ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ પડી જશે. કારણ કે દેશમાં દિવસેને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં વધારો થતાં સામાન્ય જનતા મુંઝવણમાં મુકાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લીંબુના ભાવએ હવે સામાન્ય જનતાનો રસ કાઢી નાખ્યો! બજારમાં 1 કિલો લીંબુનો ભાવ પહોંચ્યો આટલા રૂપિયા…"

Leave a comment

Your email address will not be published.


*