હાલમાં બનેલી એક જ ચોકાવનારી ઘટના સામે આવી છે. ગુજરાતના શંખેશ્વર તાલુકાના કુવર ગામના તળાવમાંથી એક યુવતીનું મૃતદેહ કહોવાઈ ગયેલી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટના બનતા આજે ચારેય બાજુ ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા જ ગામના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ યુવતી 23 દિવસ પહેલાં અચાનક જ ગુમ થઈ ગઈ હતી.
મળતી માહિતી અનુસાર 23 દિવસ પહેલાં ઘરેથી કપડા ધોવા માટે તળાવે ગઈ હતી અને અચાનક જ યુવતી ગુમ થઈ ગઈ હતી. દીકરી ગુમ થવાની ફરિયાદ પરિવારના લોકોએ પોલીસ સ્ટેશનમાં પણ નોંધાવી હતી. હાલમાં પોલીસે મૃત્યુ પામેલી યુવતીના મૃતદેહને પોસ્ટમોટમ માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર મોકલી આપ્યું છે અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો શંખેશ્વર તાલુકાના કુવર ગામમાં રહેતા ભરતભાઈ જલાભાઇ રબારી ખેત મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં તેમની પત્ની માતા અને તેમની બહેનો છે. ગત 3 ડિસેમ્બરના રોજ તેમની 18 વર્ષની બહેન લાખુબેન રબારી ગામના તળાવે કપડાં ધોવા માટે જવું છું તેમ કહીને ઘરેથી નીકળ્યા હતા.
ત્યાર પછી બે ત્રણ કલાક થઈ ગઈ છતાં પણ લાખુબેન ઘરે આવ્યા નહીં. તેથી પરિવારના લોકોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. તળાવના કિનારેથી પરિવારજનોને લાખુબેનના ચંપલ, ધોવાઈ ગયેલા કપડાં મળી આવ્યા હતા. પરિવારના લોકોએ લાખુબેનની ઘણી શોધખોળ કરી પરંતુ તેમનો કોઈ પત્તો ન લાગ્યો તેથી છેવટે પરિવારના લોકોએ ગુમ થવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
ત્યારે 26 ડિસેમ્બર ના રોજ તળાવમાંથી કહોવાઈ ગયેલી હાલતમાં લાખુબેનનું મૃતદેહ મળી આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ ગામના આગેવાનો અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ પરિવારના લોકોને ઓળખ માટે બોલાવવામાં આવ્યા હતા. ત્યારે લાખુબેને પહેરેલા કપડા ના આધારે તેમની ઓળખ કરવામાં આવી હતી.
આ ઘટના બનતા જ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે. લાખુબેનનું મૃત્યુ કયા કારણોસર થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. લાખુબેનના મૃત્યુના કારણે ગામના લોકોમાં, પરિવારજનોમાં અને રબારી સમાજમાં માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment