સુરેન્દ્રનગરમાં ચોટીલાના તાજપરા ગામેથી ગુમ થયેલા ખેડૂતનું મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઇ છે. મળતી માહિતી અનુસાર તાજપર ગામના આધેડ ઉંમરના ખેડૂત શુક્રવારના રોજ ઘરેથી કઈ પણ કીધા વગર નીકળી ગયા હતા. ત્યાર બાદ પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી.
પરંતુ તેમને કંઈ પત્તો લાગ્યો નહીં. ત્યારે આજરોજ વહેલી સવારે પોલીસને જાણ થઈ કે આધેડ ઉંમરના ખેડૂતનો મૃતદેહ ગામની સીમમાંથી મળી આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઇને વધુ તપાસ હાથ ધરી હતી.
ત્યારબાદ મૃત્યુ પામેલા આધેડ વયના વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર તાજપુર ગામમાં રહેતા અને ખેત મજુરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા વિહાભાઈ કાનજીભાઈ નામના વ્યક્તિ શુક્રવારે બપોરે ઘરે કઈ પણ કીધા વિના ચાલ્યા ગયા હતા.
ત્યાર બાદ પરિવારજનોએ વિહાભાઈની શોધખોળ કરી હતી. પરંતુ પરિવારજનો ને તેમનો કોઇ પત્તો લાગ્યો નહીં. ત્યાર બાદ પરિવારજનોએ આણંદ પર ગામ ખાતે પોલીસ મથકમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.
ત્યારે આજરોજ પોલીસને ગામની સીમમાંથી એક વૃદ્ધનું મૃતદેહ મળી આવ્યો છે તેવી જાણ થઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
તપાસમાં જાણવા મળ્યું કે મૃતદેહ વિહાભાઈનું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યું સાચું કારણ જાણી શકાશે. આ ઘટના બન્યા બાદ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment