હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. વડાલ નજીક ખાનગી કેન્સર હોસ્પિટલના બાથરૂમમાંથી એક ડોક્ટરનું મૃતદેહ મળી આવ્યું છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટના બન્યા બાદ ડોક્ટરના મૃતદેહને 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.
ત્યાં હાજર ડોક્ટરે હાર્ટએટેક આવવાને કારણે ડોક્ટરનું મૃત્યુ થયું છે તેવું જાહેર કર્યું હતું. મળતી માહિતી અનુસાર વડાલ પાસે હિમાલયા કેન્સર હોસ્પિટલ આવેલી છે. હિમાલયા કેન્સર હોસ્પિટલના બાથરૂમ માંથી 16 મેના રોજ બપોરે લગભગ 12.45 વાગ્યાની આસપાસ એક ડોક્ટરનું મૃતદેહ મળી આવ્યું હતું.
આ ઘટના બનતા જ હોસ્પિટલમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. મૃત્યુ પામેલા ડોક્ટરનું નામ ખિલન મુકેશભાઈ પટેલ હતું તેમની ઉંમર 39 વર્ષની હતી. તેઓ હિમાલયા હોસ્પિટલમાં એનેસ્થેસીયાના ડોક્ટર હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર ડોક્ટર ખિલન મુકેશભાઈ પટેલનો મૃતદેહ બાથરૂમમાંથી મળી આવતા હોસ્પિટલમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી.
ત્યારબાદ ડોક્ટર ખિલનના મૃતદેહને 108ની મદદથી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે જણાવ્યું કે, હાર્ટ એટેક આવવાના કારણે ડોક્ટર ખિલનનું કરૂણ મૃત્યુ થયું છે.
દરમિયાન આ બનાવ અંગે મૃતક તબીબ ખિલન પટેલના મામા હરેશ અંબાલાલ જસાણેએ રાત્રિના 1 વાગ્યે જાણવા જોગ અરજી કરતા પોલીસે એડી નોંધી વધુ તપાસ એએસઆઇ આંત્રોલીયાએ હાથ ધરી છે. આ ઘટનાની જાણ થતાં જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ડોક્ટર ખિલનનું મૃત્યુ થતાં પરિવાર અને હોસ્પિટલ સ્ટાફમાં માતમ છવાઇ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment