અમદાવાદશહેરના વસ્ત્રાપુરમાંથી બનેલો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ઘરેથી ગુમ થયેલા પાંચ વર્ષના બાળકનું મૃતદેહ એવી જગ્યાએથી મળી આવ્યું કે પરિવારના લોકો દોડતા થઈ ગયા હતા. દરેક માતા-પિતા માટે આ એક ચેતવણી રૂપ કિસ્સો છે. મળતી માહિતી અનુસાર ઘરેથી ગુમ થયેલા પાંચ વર્ષના બાળકનું મૃતદેહ વીરતા પાકની બાજુમાંથી મળી આવ્યું હતું.
સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસે તપાસ હાથ ધરી છે. વિગતવાર વાત કરીએ તો વસ્ત્રાપુર પાર્કમાં રમવા ગયેલો પાંચ વર્ષનો બાળક અચાનક જ ગુમ થઈ ગયો હતો. મોડે સુધી બાળક ઘરે ના આવ્યો તેથી પરિવારના સભ્યોએ તેની શોધખોળ શરૂ કરી દીધી હતી.
પરંતુ પરિવારના સભ્યોને બાળકનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં. તેથી પરિવારના સભ્યોએ પોલીસ સ્ટેશનમાં બાળકના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ બાળકોનું મૃતદેહ મળી આવ્યું હતું. બાળકનું મૃતદેહ વીરતા પાર્કની બાજુમાં આવેલી પાણીની ટાંકી માંથી મળી આવ્યું હતું.
એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે રમતા રમતા બાળક પાણીની ટાંકીમાં પડી ગયો હશે. આ ઘટના બનતા જ મૃત્યુ પામેલા બાળકના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને વસ્ત્રાપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામેલા બાળકનું નામ સોનુ શાહ હતું અને તેની ઉંમર માત્ર પાંચ વર્ષની હતી.
ગત શનિવારના રોજ સાંજના સમયે તે વીરતા પબ્લિક પાર્કમાં રમવા માટે ગયો હતો. સોનુ મોડી રાત સુધી ઘરે પરત ન કર્યો એટલે પરિવારના લોકો તેને શોધવા માટે પાર્કમાં પહોંચ્યા હતા. ત્યારબાદ પરિવારના લોકોએ પાર્કમાં અને આજુબાજુના વિસ્તારમાં સોનુની શોધખોળ કરી, પરંતુ તેનો પતો લાગ્યો નહીં.
તેથી મોડી સાંજે પરિવારના લોકોએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં સોનુના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે બાળકની શોધખોળ કરી હતી. આ દરમિયાન એક પાણીની ટાંકીમાંથી બાળકનું મૃતદેહ મળી આવ્યું હતું. માત્ર પાંચ વર્ષના દીકરાનું મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટના દરેક માતા પિતા માટે એક ચેતવણીરૂપ કિસ્સો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment