હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. આ ઘટનામાં 16 દિવસ પહેલા ગુમ થયેલી 15 વર્ષની બાળકીનું મૃતદેહ એવી હાલતમાં મળી આવ્યું છે કે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. મળતી માહિતી અનુસાર 15 વર્ષની બાળકી 16 દિવસ પહેલા રાશન લેવા માટે ઘરેથી બહાર ગઈ હતી. ત્યારથી તે ગુમ હતી.
ત્યારે ગુરૂવારના રોજ ઘરથી માત્ર 200 મીટર દૂર તળાવના કિનારે ઝાડીઓમાંથી બાળકીનું હાડપિંજર મળી આવ્યું છે. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના બન્યા બાદ લોકો ભારે રોષમાં ભરાયા હતા. ગામના લોકોએ રસ્તો બંધ કરી દીધો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી પોલીસે ગામના લોકોને શાંત પાડ્યા હતા. આ ઘટના છત્તીસગઢના જાંજગીર-ચંપામાં બની હતી.
મળતી માહિતી અનુસાર એક વ્યક્તિએ તળાવના કિનારે એક પુરુષનું હાડપિંજર પડેલું જોયું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને હાડપિંજરને કસ્ટડીમાં લીધી અને ગુમ થયેલા લોકોની જાણ કરી. આ માહિતી મળતા જ તિવારી પરા નિવાસી માનસિંહ સારથી અને તેમના પરિવારના સભ્યો પોલીસ સ્ટેશન પહોંચી આવ્યા હતા.
હાડપિંજર પરથી મળેલા કપડાં પરથી પરિવારના લોકોએ પોતાની 15 વર્ષની દીકરી બેબી સારથીને ઓળખી ગયા હતા. મળતી માહિતી અનુસાર બેબી સારથી સરકારી કન્યાશાળામાં ધોરણ છ માં અભ્યાસ કરતી હતી. મળતી માહિતી અનુસાર 29 જૂનના રોજ સાંજે ચાર વાગ્યાની આસપાસ બેબી સારથી રાશન લેવા માટે બહાર નીકળી હતી.
ત્યારબાદ તે ઘરે પરત ફરી જ ન હતી તેથી પરિવારના લોકોએ તેની શોધખોળ શરૂ કરી હતી. મળતી માહિતી અનુસાર પરિવારના લોકોએ કપડાં અને ચીજ વસ્તુઓ પરથી પોતાની દીકરીને ઓળખી છે. પોલીસનું કહેવું છે કે, ડીએનએ ટેસ્ટ કરાવ્યા બાદ સ્પષ્ટ થશે.આ ઘટના બનતા જ ગામના લોકો અને પરિવારના લોકો ભારે ગુસ્સામાં ભરાયા હતા.
તમામ લોકોએ બાળકીના આરોપીને ફાંસીની સજા આપવાની માંગ કરી હતી. જેને લઈને પરિવારના લોકોએ એક રસ્તો પણ બ્લોક કરી દીધો હતો. લગભગ બે કલાક સુધી આ હંગામો ચાલ્યો હતો. ત્યારબાદ પોલીસ અને વહીવટી ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે તેવી પરિવારને ખાતરી આપી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment