કારના દરવાજા સાથે સ્કુટી અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, 3 બાળકોના પિતાનું મૃત્યુ – જુઓ અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ…

Published on: 12:41 pm, Fri, 15 July 22

તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે, જેમાં એક જણાની બેદરકારીના કારણે ગંભીર સર્જાતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક કાર ચાલકની નાનકડી એવી ભૂલના કારણે એક સ્કુટી સવાર યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. કારમાં બેઠેલો વ્યક્તિ અચાનક કારનો ગેટ ખોલે છે.

ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી સ્કુટી કારના ગેટ સાથે અથડાય છે. ટક્કર એટલી જોરદાર હતી કે, સ્કુટી સવાર યુવક ઉછળીને રોડ પર પડ્યો હતો. આ ઘટનામાં સ્કુટી સવાર યુવકના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર તે બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ બેભાન હાલતમાં યુવકને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

ત્યાંથી વધુ સારવાર માટે તેની બીજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.  આ ઘટના બુધવારના રોજ લખનઉમાં બની હતી. મળતી માહિતી અનુસાર અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ અનિલ ગૌતમ હતું અને તેની ઉંમર 45 વર્ષની હતી.

અનિલ એક ઓટો ડ્રાઇવર હતો. તે બપોરના સમયે સ્કુટી પર સવાર થઈને પોતાના કામ માટે બહાર ગયો હતો. ત્યારે તેને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, રસ્તા પર ઉભેલી કારમાં બેઠેલો એક વ્યક્તિ અચાનક કારનો દરવાજો ખોલે છે.

આ દરમિયાન પાછળથી પુર પર ઝડપે આવતી સ્કુટી કારના દરવાજા સાથે અથડાય છે. ટક્કર એટલી જોરદાર હતી કે સ્કુટી પર સવાર અનિલ ઉછળીને દૂર જઈને પડે છે. આ ઘટનામાં અનિલના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, તેથી તે ઘટના સ્થળે બેભાન થઈ ગયો હતો.

ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં ટૂંકી સારવાર દરમિયાન અનિલનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અનિલના મૃત્યુના કારણે ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. અનિલના મૃત્યુના કારણે તેનું પરિવાર આર્થિક રીતે પડી ભાંગ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કારના દરવાજા સાથે સ્કુટી અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, 3 બાળકોના પિતાનું મૃત્યુ – જુઓ અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ…"

Leave a comment

Your email address will not be published.


*