જુનાગઢમાં 5 દિવસ પહેલા ગુમ થયેલા, 15 વર્ષના બાળકનું મૃતદેહ તળાવ માંથી મળી આવ્યું, દીકરાની માતા ધ્રુસકેને ધ્રુસકે રડી પડી…

જુનાગઢમાં રહેતો 15 વર્ષનો બાળક પાંચ દિવસ પહેલા અચાનક ગુમ થઈ ગયો હતો. ત્યારે ગુમ થયેલા બાળકનું મૃતદેહ ગઈકાલે એક તળાવમાંથી મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર નરસિંહ મહેતા તળાવમાં NDRFની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન બાળકનું મૃતદેહ તળાવમાંથી મળી આવ્યું હતું.

આ ઘટનાની જાણ થતા જ આજુબાજુના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. બાળકનું આકસ્મિક રીતે મૃત્યુ થયું છે કે કોઈ અન્ય કારણોસર તે જાણવા માટે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, જૂનાગઢમાં આવેલ જલારામ સોસાયટીના રિદ્ધિ ટાવરમાં રહેતા દીપેશભાઈ જોષીનો 15 વર્ષનો દીકરો મનન 9 તારીખના રોજ સાંજના સમયે ઘરેથી સાયકલ લઈને નીકળ્યો હતો.

ઘણો મોડું થઈ ગયું છતાં પણ મનન ઘરે પરત ફર્યો ન હતો. જેથી પરિવારના લોકોએ અને મિત્રોએ મનનની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ કોઈને મનનનો પતો લાગ્યો ન હતો. મળતી માહિતી અનુસાર તળાવ દરવાજા રોડ ઉપર આવેલા તળાવના કિનારે મનનનો મોબાઇલ મળી આવ્યો હતો.

પરંતુ મનનની સાઇકલ અને મનન બંને ગુમ હતા. ત્યારબાદ પરિવારના લોકોએ અપહરણની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે સીસીટીવી કેમેરા તપાસવાની શરૂઆત કરવામાં આવી હતી. બીજી તરફ શંકાના આધારે પોલીસે નરસિંહ મહેતા સરોવરમાં તપાસ કરવાનું નક્કી કર્યું હતું.

ત્યારે મંગળવાર ના રોજ NDRFની તેમની મદદ લઈ બપોરના સમયે નરસિંહ મહેતા તળાવમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તળાવમાંથી મનનની સાયકલ મળી આવી હતી. મોડી સાંજ થઈ ગઈ એટલે સર્ચ ઓપરેશન અટકાવી દેવામાં આવ્યું હતું.

બીજા દિવસે ફરીથી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું આ દરમિયાન તળાવમાંથી મનનનું મૃતદેહ મળી આવ્યું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ મનનના પરિવારજનોને કરવામાં આવી હતી. આ ઘટના બનતા જ મનનના પરિવારમાં શોકનું મોજુ ફરી મળયુ હતું. મનનનું મૃત્યુ કયા કારણોસર થયું છે તેનું સાચું કારણ જાણવા માટે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*