હાલમાં બનેલી એક દુઃખ દાયક ઘટના સામે આવી છે. ગુમ થયેલા 13 વર્ષના માસુમ બાળકનું મૃતદેહ એવી જગ્યાએથી મળી આવ્યું છે. જે જોઈને પરિવારના લોકો પણ હચમચી ગયા છે. આ સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના વાડલા ગામનો બાળક બપોરના સમયે અચાનક ગુમ થઈ ગયો હતો.
ત્યારબાદ પરિવારના લોકોએ પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. ગુમ થયેલા બાળકનું નામ સાકીબખા ઐયુબખા સરવાણી હતો. ત્યારબાદ પોલીસ અને પરિવારના લોકો બાળકની શોધખોળ કરી રહ્યા હતા. પરિવારના લોકોને શોધખોળ દરમિયાન રાત્રીના સમયે એવું જાણવા મળ્યું કે તેમનો બાળક કુવામાં પડી ગયો છે.
જેના કારણે પરિવારના લોકો કુવા પાસે પહોંચી આવ્યા હતા. ત્યારે કુવામાંથી બાળકનું મૃતદેહ મળી આવ્યું હતું. આ ઘટના બનતા છે મૃત્યુ પામેલા બાળકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટનાની માહિતી મળતા જ ગામના લોકોમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું હતું.
ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી બાળકના મૃતદેહને કુવામાંથી બહાર કાઢીને માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે જ લઈ જવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ ગામના હિન્દુ મુસ્લિમ આગેવાનો પણ સરકારી હોસ્પિટલે દોડી આવ્યા હતા. પામેલા બાળકની ઉંમર માત્ર 13 વર્ષની હતી.
બાળકનું મૃત્યુ કયા કારણોસર થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બાળકના મૃત્યુ પાછળ ઘણા બધા સવાલો ઊભા થયા છે. જેને લઇને પોલીસે બાળકના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવાની કામગીરીઓ શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment