મૂળ અમરેલી જિલ્લાના મોટા દેવળીયા ગામના અને હાલ અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં રહેતો 23 વર્ષીય અક્ષર રમેશ કાનાણી નામનો 30 માર્ચના રોજ કંપનીમાંથી છૂટયા બાદ ગુમ થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર અક્ષર જીઆઇડીસીની શાયોના ક્રોપ કેર યુનિટ બે માં નોકરી કરતો હતો.
મળતી માહિતી અનુસાર 30 માર્ચના રોજ સાંજે કંપનીઓથી છૂટયા બાદ અક્ષર ગુમ થઈ ગયો હતો. 6 એપ્રિલના રોજ કંપની ની બાજુમાં આવેલા એક ઊંડા ખાડા માંથી અક્ષરનું મૃતદેહ મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ ભારે અફડા-તફડી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા અંકલેશ્વર તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
પોલીસે મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ અક્ષરના પરિવારજનોને થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. સમગ્ર ઘટનાને લઇને અક્ષરના પરિવારજનોના આક્ષેપ હતા કે અક્ષરનો જીવ લેવામાં આવ્યો છે.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અક્ષર નું મૃત્યુ થયું તે પહેલા તેણે પોતાની નાની બહેન સાથે મેસેજ માં વાત કરી હતી. અક્ષર ના મોટા ભાઈનું કહેવું છે કે, મારા ભાઈનો ચોક્કસપણે જીવ લેવામાં આવ્યો છે.
આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે પરિવારજનોના આક્ષેપ ને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં અક્ષરના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુરત ફોરેન્સિક પોસ્ટમોર્ટમ પણ કરાવ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment