હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ગડીત ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી એક યુવક અને યુવતીનું મૃતદેહ મળી આવતા ભારે અફરાતફરી મચી ગઇ છે. મળતી માહિતી અનુસાર કેનાલમાંથી કમરે દુપટ્ટા વડે બાંધેલી હાલતમાં યુવક અને યુવતીનું મૃતદેહ મળી આવ્યું હતું.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ઉપરાંત વડોદરા ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. વડોદરા ફાયર વિભાગની ટીમે એક કલાકની ભારે જહેમત બાદ યુવક અને યુવતીના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યા હતા.
પોલીસે બંનેના મૃતદેહને કબજે લઇને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટના બની ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. મળતી માહિતી અનુસાર ફાયર વિભાગની ટીમને એક મેસેજ મળ્યો હતો કે, રામેશરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં યુવક અને યુવતી તણાઇ રહ્યા છે.
ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા તો બંને મૃતદેહ તણાઈને હાલોલ નજીક ગડિત ગામ પાસે પહોંચી ગયા હતા. ત્યાર બાદ બંનેના મૃતદેહને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બંનેની ઉંમર આશરે 35 થી 40 વર્ષ વચ્ચેની હશે.
મૃતદેહ જોતા એવું લાગી રહ્યું હતું કે ત્રણથી ચાર દિવસ પહેલા કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું હોય છે. તપાસ દરમિયાન મોડી સાંજે બંને ના મૃતદેહની ઓળખ થઈ હતી. મૃત્યુ પામેલો યુવકની ઉંમર 20 વર્ષની હતી અને તેનું નામ મયુર રાઠવા હતું. જ્યારે મૃત્યુ પામેલી યુવતીની 17 વર્ષની હતી અને તેનું નામ ચેતના તડવી હતું.
યુવક તાડકાછલા ગામનો રહેવાસી હતો. જ્યારે ગેડીયા ગામની રહેવાસી હતી. બંનેના મૃત્યુની જાણ થતાં પરિવારજનો હાલોલની હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. બંનેના પોસ્ટમોર્ટમ થયા બાદ મૃતદેહને તેમનાં પરિવારજનોને સોપવામાં આવશે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment