વલસાડમાં સુગર ફેક્ટરીના બ્રિજ પાસે એક ટેમ્પાના ચાલકે બાઈક ચાલકને લગાવી જબરદસ્ત ટક્કર, બાઈક ચાલકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

Published on: 12:51 pm, Wed, 20 April 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર વાપી તરફથી ડુંગળી તરફ જતા અજાણ્યા બાઇક ચાલકને એક ટેમ્પા ચાલકે અડફેટેમાં લીધો હતો.

આ ઘટનામાં બાઈક ચાલકનું કરૂણ મૃત્યુ થયું હતું. ઘટના બનતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઉપરાંત વલસાડ રૂલર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને કબજે લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર વાપીથી ડુંગરી તરફ જતા GJ 15 AG 7223 નંબરના બાઈક ચાલકને અજાણ્યા ટેમ્પા ચાલકે જબરદસ્ત ટક્કર લગાવી હતી. જબરદસ્ત કરના કારણે બાઇકચાલક જમીન પર પડી ગયો હતો. આ દરમિયાન ટેમ્પો બાઇકચાલક પરથી પસાર થઈ જાય છે.

આ કારણોસર બાઇકચાલકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. ઘટનાના પગલે સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ 108ની ટીમે કરી હતી. ઘટનાની જાણ થતાં 108ની ટીમ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. પોલીસે અજાણ્યા ટેમ્પા ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર જ્યારે આ અકસ્માતની ઘટના બની ત્યારે બાઈકચાલકે હેલ્મેટ પહેર્યું હતું. મળતી માહિતી અનુસાર અકસ્માતના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. આ કારણોસર રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. મળતી માહિતી અનુસાર આ ઘટના ડુંગરી તરફ જતા સુગર ફેક્ટરી વાંકી નદીના બ્રિજ પાસે બની હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વલસાડમાં સુગર ફેક્ટરીના બ્રિજ પાસે એક ટેમ્પાના ચાલકે બાઈક ચાલકને લગાવી જબરદસ્ત ટક્કર, બાઈક ચાલકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*