ગત અઠવાડિયે કેનેડા બોર્ડર પરથી ગુજરાતના પટેલ પરિવારના ચાર વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા હતા. આ મૃતદેહ ગુજરાતના કલોલના ડીગુચાના જગદીશ પટેલ અને તેમના પત્ની તથા બાળકોને હોવાનું સામે આવ્યું છે. ત્યાર બાદ તેમના મૃતદેહને ભારત પરત લાવવામાં આવશે કે કેનેડામાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે તે બાબતે ચર્ચાઓ ચાલી રહી હતી.
પરંતુ હાલમાં હવે આ ચર્ચાનો અંત આવ્યો છે. હવે પટેલ પરિવારના ચાર સભ્યોના મૃતદેહને ભારત નહિ લાવવામાં આવે તેવા નિર્ણય પરિવારે લીધા છે. તેમના અંતિમ સંસ્કાર કેનેડામાં જ થશે.
આ સમગ્ર ઘટનાને લઇને પરિવારના એક સભ્યએ જણાવ્યું કે, જગદીશભાઈ અને તેમની પત્ની તથા બાળકોના મૃતદેહ હોવાનું કન્ફર્મ થયું છે. અને અમારી અનેક લોકો સાથે ચર્ચા થયા બાદ અમે અંતમાં તેઓએ મૃતદેહને ભારત નહીં લાવવાનો નિર્ણય કર્યો છે.
ચારેય સભ્યો ના અંતિમ સંસ્કાર કેનેડામાં જ કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર ઠંડીના કારણે મૃતદેહમાં શરીરમાં કઈ રહ્યું નથી. ઉપરાંત ભારતમાં એક મૃતદેહ લાવવાના અંદાજે 40 લાખ રૂપિયા થઈ શકે છે. એટલે ચાર મૃતદેહો લાવવા માટે એક કરોડ રૂપિયાથી પણ વધારે રકમ લાગી શકે છે.
અને પરિવાર મધ્યમ વર્ગીય છે તે માટે આટલો મોટો ખર્ચો ના ઉપાડી શકે. આ સમગ્ર ઘટનાને લઇને પરિવારના સભ્યોની એમ્બેસી સાથે પણ ચર્ચા થઇ હતી. ત્યાર બાદ મૃતદેહ પરત ન લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ ઘટનામાં જગદીશભાઈ બળદેવભાઇ પટેલ (ઉંમર 37 વર્ષ), તેમના પત્ની વૈશાલીબેન જગદીશ કુમાર પટેલ (ઉંમર 37 વર્ષ), દીકરી વિહંગી જગદીશ કુમાર પટેલ (ઉંમર 11 વર્ષ) અને દીકરો ધાર્મિક જગદીશ કુમાર પટેલ (ઉંમર 3 વર્ષ)નું મૃત્યુ થયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment