હાલમાં બનેલી રૂવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. એક કૂવામાંથી ત્રણ મહિલાઓ અને બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર આજરોજ સવારે પોલીસને જયપુરના દુદુમાં ત્રણ મહિલાઓ અને બે બાળકોના મૃતદેહ મળી આવવાની માહિતી મળી હતી.
આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી ત્રણ મહિલાઓ સગી બહેનો અને તેમના બે બાળકો છે. ઘટનાની જાણ થયા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે કૂવામાંથી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા.
મળતી માહિતી અનુસાર મહિલા અને બાળકોના મૃતદેહ તેના ઘરથી 2 કિલોમીટર દૂર આવેલા એક કૂવામાંથી મળી આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઇને સ્થાનિક લોકોનું કહેવું છે કે, ત્રણેય બહેનોએ બાળકોનો જીવ લઇ લીધો અને ત્યારબાદ કુવામાં કુદીને પોતાનો જીવ ટૂંકાવી લીધો હશે. મહિલાઓ શા માટે આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.
પ્રાથમિક તપાસમાં આ ઘટનાને પોલીસે જીવન ટૂંકાવવાનો મામલો માની રહે છે. પોલીસ તરફથી જાણવા મળી રહ્યું છે કે, બે દિવસ પહેલા બપોરે 27 વર્ષીય કાલીદેવી, 23 વર્ષીય મમતા, 20 વર્ષીય કમલેશ મીના ઘર માંથી ગુમ થઈ ગયા હતા. તેમની સાથે 4 વર્ષીય દીકરો હર્ષિત અને 20 દિવસનો દીકરો પણ ગુમ હતા. મળતી માહિતી અનુસાર ત્રણેય બહેનો 25 મેના રોજ બજારે જવાનું કહીને ઘરેથી નીકળી ગઈ હતી.
મોડી સાંજ થઈ ગઈ છતાં પણ તેઓ પરત ફરી નહિ તેથી પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ પરિવારજનોને તેમનો કોઇ પત્તો લાગ્યો નહીં. તેથી પરિવારના લોકોએ પોલીસમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર શહેરમાં ગુમ થયેલા લોકોના ફોટા વેચવામાં આવ્યા હતા. ત્યારે શનિવારના રોજ સવારે પાંચેય મૃતદેહને એક કૂવામાંથી મળી આવ્યા હતા.
આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગામના લોકો અને પરિવારજનોની પૂછપરછ કરી હતી. મળતી માહિતી અનુસાર ત્રણ બહેનોના લગ્ન દુદુના ત્રણ ભાઈઓ સાથે થયા હતા. મૃત્યુ પામેલો હર્ષિત મોટી બહેનનો દીકરો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment