પ્રેમિકાના લગ્નના 4 દિવસ બાદ, પ્રેમી અને પ્રેમિકાએ ઝાડ સાથે ગળાફાંસો ખાઈને એક સાથે પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર ઘટના

Published on: 2:30 pm, Sat, 28 May 22

આજકાલ જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે બચાવ તાલુકાના ચોપડવા ગામ નજીક અને ચિરઈવાડી વિસ્તારમાં આવેલી વાડીમાં પ્રેમી અને પ્રેમિકાએ ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંકાવી લીધો છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી પ્રેમિકાના લગ્ન ચાર દિવસ પહેલા અન્ય યુવક સાથે થયા હતા.

આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર પંચમહાલના રહેવાસી 24 વર્ષીય દિનેશ બાબુભાઈ ભેદી અને 19 વર્ષથી કાજલ રમણભાઈ ઉમાએ ગઈકાલે દિવસે 10 વાગ્યાની આસપાસ વાડીમાં ઝાડ સાથે સાડી અને દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઇ લીધો હતો.

આ ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી પોલીસે બંનેના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડયા હતા. મળતી માહિતી અનુસાર દિનેશ ગઈ કાલે સવારે કાજલને લઈને વાડીએ આવ્યું હતું. મળતી માહિતી અનુસાર કાજલ ના ચાર દિવસ પહેલા અન્ય યુવક સાથે લગ્ન થયા હતા તેવું જાણવા મળી રહ્યું છે.

પરંતુ દિનેશ અને કાજલને આ લગ્ન માન્યા ન હતા. મળતી માહિતી અનુસાર દિનેશ અને કાજલ એકબીજાને પ્રેમ કરતા હતા. બંનેનો આ સંબંધ પરિવારના લોકોને પસંદ નહિ હોય તેથી બંને આ પગલું ભર્યું હશે તેવું જાણવા મળી રહ્યું છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ તપાસ કરી રહી છે.

બંને કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેનું સાચું કારણ પોલીસ તપાસમાં જાણવા મળશે. મળતી માહિતી અનુસાર જીવન ટૂંકાવવા આવેલા દિનેશ સાથે ભાગીને આવેલી કાજલના લગ્ન માત્ર ચાર-પાંચ દિવસ પહેલા અન્ય યુવક સાથે થયા હતા. હજુ તો મૃત્યુ પામેલી કાજલના હાથમાંથી મહેંદી પણ ન ઉતરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પ્રેમિકાના લગ્નના 4 દિવસ બાદ, પ્રેમી અને પ્રેમિકાએ ઝાડ સાથે ગળાફાંસો ખાઈને એક સાથે પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*