વડોદરા જિલ્લામાં કોરોના નો પ્રકોપ જોવા મળ્યો છે ત્યારે ભાજપના જ ધારાસભ્ય એ મુખ્યમંત્રીને પત્ર લખીને લોકડાઉન ની માંગ કરી છે.SD ડોકટર વિનોદ રાવના પરિપત્ર ધારાસભ્ય કેતન ઇનામદારે નારાજગી વ્યક્ત કરી છે. તેઓએ પત્રમાં લખ્યું છે કે હાલ વી.એમ.સી. ધ્વારા જણાવવામાં આવેલ છે.
કે જે ઓક્સિજનનો જથ્થો શહેર તથા ગ્રામ્યની હોસ્પિટલોને આપવામાં આવતા હતો તે હોસ્પિટલોને કેટેગરીમાં વેંચી શહેરની અમુક હોસ્પિટલો તથા ગ્રામ્ય વિસ્તાર ના હોસ્પિટલોને જથ્થો આપવાનો બંધ કરેલ છે.
હોસ્પિટલોમાં બેડ પણ ઓછા કરવાની ચર્ચાઓ ચાલી રહી છે તો સરકાર તથા સેવાભાવી સંસ્થાઓ દ્વારા સાવલી ખાતે ઓક્સિજન બેડ તૈયાર કરેલ છે. ત્યાંના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે લોકડાઉન ની માંગ કરી છે અને પત્રમાં લખ્યું છે.
કે ગ્રામ્ય સ્તરે કોરોના સંક્રમણ નો ધીરે ધીરે પગ પેસારો થઈ રહ્યો છે અને ગયા વર્ષે કોરોના ના કારણે જે સામાજિક પ્રસંગો થઈ શક્યા ન હતા.
તે પ્રસંગો હાલના ખૂબ જ વધી રહ્યા છે અને લોકોની અવર-જવર પણ વધી રહી છે.જેના કારણે સંક્રમણનો ભય રહે છે જેથી લોકડાઉન ને અનુરૂપ નિર્ણય લેવો જરૂરી છે તેથી કોરોના ની ચેન તોડી શકાય.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પ્રથમ વખત 14296 નવા કેસ સામે આવ્યા છે.જયારે આ દરમિયાન 157 લોકોના મોત નિપજયા છે.
તેની સાથે કોરોના નો મૃત્યુ આક 6328 પર પહોંચી ગયો છે. આ દરમિયાન ગઈ કાલે કોરોના ની સારવાર દરમિયાન 6727 લોકો સાજા થયા હતા. જેના લીધે કોરોના ને સાજા થવાનો આંકડો 3,74,699 સુધી પહોંચી ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment