કૃષિ બિલના વિરોધમાં મોદી સરકારમાં પ્રધાન રહી ચૂકેલી હરસિમરત કોરે 17 સપ્ટેમ્બર 2020 એ રાજીનામું આપ્યું હતું. ભાજપ અને તેનો સૌથી જૂનો સાથી અકાલી દળ અલગ થઈ જશે? અગાઉ બિહારમાં પણ રામવિલાસ પાસવાનના અલગ સુચ જોવા મળ્યા હતા. હવે હરિયાણા પંજાબ ના રસ્તે જઈ રહ્યું છે. તેમના મોરચા ભાજપથી અલગ વર્તી રહ્યા છે. હરિયાણાના ડેપ્યુટી સીએમ દુષ્યંત ચોટાલા પર પણ દબાણ વધી રહ્યું છે. ભાજપ અને દુષ્યંત પાર્ટી જેજેપીની સરકાર છે. ખેડૂતોનો ટેકો મળી રહ્યો છે.
જો તેઓ ખેડૂતો માટે મોટો નિર્ણય લેશે તો સરકાર જોખમમાં મુકાઈ શકે છે.પંજાબના બાદલ પરિવાર અને હરિયાણા ના ચોટાલા પરિવાર વચ્ચેનો વર્ષોથી સબંધ મિત્રતા અને ભાઈચારા પર છે.લોકસભામાં બિલ નો વિરોધ કરતી વખતે, બાદલે દુષ્યંત ના દાદા ચોધરી દેવિલાલને યાદ કર્યા હતા.તેમને ખેડૂતોના નેતા ગણાવ્યા.પરંતુ હજુ સુધી દુષ્યંત તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
તેઓ તેલ અને તેલની ધાર જોવાના મૂડમાં છે.હરિયાણામાં પીપલીમાં કૃષિ બિલ વિરુદ્ધ ખેડૂત આંદોલન શરૂ કરાયું હતું.ખેડૂતો પર લાઠીચાર્જ કરવા બદલ જેજેપી અને દુષ્યંત નાના ભાઈ દિગ્વિજય ચોટલાએ ખેડૂતોની માફી માંગી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ ને લગતા ત્રણ બિલ પસાર કરવામાં આવ્યાં હતાં. જેને લઇને સમગ્ર ભારત ના ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે.હરિયાણા અને પંજાબ ના ખેડૂતો રોડ ઉપર આવીને સરકાર ની વિરુદ્ધ કરી રહા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment