ગુજરાત માટે આવ્યા રાહત ના સૌથી મોટા સમાચાર, જાણો વિગતવાર

Published on: 5:19 pm, Sun, 12 July 20

ગુજરાત માટે રાહતના સમાચાર બહાર આવ્યા છે.કોરોના સંક્રમણ ના સમયમાં જ્યારે કેસો વધતા જાય છે ત્યારે આરોગ્ય વિભાગના આંકડા નું વિશ્લેષણ દર્શાવે છે કે રાજ્યમાં કેસોની સંખ્યા ઓછી જોવા મળે છે. એટલે કે સંક્રમણ ફેલાતું કંટ્રોલ માં આવ્યું છે. કેસની સંખ્યા વધવા નું કારણ ટેસ્ટ ની સંખ્યા છે.

આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે રાજ્યમાં કોરોનાવાયરસ નું દૈનિક ટેસ્ટ નું પ્રમાણ વધારીને 41% કરવામાં આવ્યું હોવા છતાં પોઝિટિવ કેસનો આંકડો 10 ટકા સામે આવ્યો છે. એટલે કે નેગેટિવ કેસની સંખ્યા વધારે જોવા મળ્યું છે. એનો સીધો અર્થ એ થયો કે વધુ સંખ્યામાં પરીક્ષણ કરવાથી વધુ પોઝિટિવ આવે છે. જૂન કરતા જુલાઇમાં ટેસ્ટ ની સંખ્યા વધારી દેવામાં આવી છે.

રાજ્યમાં એપ્રિલ મહિનામાં 1.7 જેટલો પોઝિટિવ રેટ હતો તે ઘટીને જુલાઈમાં 0.2 રહ્યો છે.ગયા એપ્રિલ મહિનામાં દૈનિક સરેરાશ 2183 લોકોનું પરીક્ષણ થતું હતું તે વધીને જુલાઈમાં 7582 કરવામાં આવ્યું છે. દૈનિક પરિક્ષણના વધારામાં ગુજરાત દેશના મોટા રાજ્યોમાં ત્રીજા ક્રમે છે. નવા કેસ શોધવા માટે ત્રણ પ્રકારના પરીક્ષણ કરવામાં આવતા હોય છે .ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ સાડા ચાર લાખ લોકોનું પરીક્ષણ થયું છે જે પૈકી 41 હજાર જેટલા દર્દીઓ પોઝિટિવ આવ્યા છે.