કોરોના મહામારી વચ્ચે ખેડૂત આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર, જાણો વિગતે.

ભારતમાં કોરોનાવાયરસ ના કેસો માં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ખેડૂત આંદોલનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. સમગ્ર દેશભરમાં કોરોનાવાયરસ ની બીજી લહેર એ કાળો કહેર વર્તાવ્યો છે. કોરોના કેસમાં તો સતત વધારો થઈ રહ્યો છે.

પણ મૃત્યુ દર પણ વધી ગયો છે. જેને લઇને દિલ્હીની સરહદો પર કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન પર બેઠેલા ખેડૂતોને કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર અપીલ કરી છે.

તેઓએ કહ્યું કે ખેડૂત આંદોલન છોડી સરકાર સાથે વાતચીત કરવા માટે પહેલ કરો. ખેડૂતો સાથે સરકાર હંમેશા વાતચીત માટે તૈયાર છે અને જો ખેડૂતો આંદોલન સ્થગિત કરવા વાતચીત માટે આવશે.

તો સરકાર તૈયાર છે અને જે ખેડૂતોના મનમાં કૃષિ કાયદાને લઈને શંકા છે તેને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. સાથે સાથે તેઓએ ખેડૂતોને પોતાના ઘરે જવા પણ અપીલ કરી છે.

મહત્વનું છે કે છેલ્લા પાંચ મહિનાથી ખેડૂતો કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે. સરકાર સાથે અનેક બેઠક બાદ પણ કોઈ સમાધાનકારી નિર્ણય લેવામાં આવી શક્યો નથી. ખેડૂતો પોતાની માંગ પર અડગ રહ્યા છે.

અને આંદોલન કરી રહ્યા છે. કોરોના ની સ્થિતિ ને જોતા કૃષિમંત્રી આંદોલન સમેટવાની વાત ખેડૂતો સમક્ષ મૂકી છે ત્યારે જોવું રહ્યું કે હવે શું રસ્તો નીકળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*