મોરબી દુર્ઘટનાને લઈને મિત્રો મોટામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને મોરબી નગરપાલિકા ના ચીફ ઓફિસર સંદીપ સિંહ ઝાલા ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને શહેરી વિકાસ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.30 ઓક્ટોબર ના રોજ રવિવારના સાંજે મોરબીમાં આવેલા મચ્છુ નદી પરનો ઝુલતો બ્રિજ તૂટી પડ્યો અને આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 134 થી પણ વધારે લોકોના મોત થયા છે
અને દુર્ઘટના થયા બાદ ઘણા લોકોનો જીવ બચાવવામાં આવ્યો છે અને લોકોને ડૂબતા બચાવવા માટે ઘણા તરવૈયા અને તંત્રની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ સાથે ડૂબી ગયેલા લોકોને શોધવા માટે આર્મી એન્ડ ડી આર એફ અને એરફોર્સ અને એસડીઆરએફ દ્વારા રિસર્ચ કરવામાં આવ્યો છે.30 ઓક્ટોબરે રવિવારની
સાંજથી શરૂ કરવામાં આવેલ આ સર્ચ ઓપરેશન આજે પૂર્ણ થયેલું જાહેર કરવામાં આવ્યું છે. પાંચ દિવસ સર્ચ ઓપરેશન ચાલ્યા બાદ આજે પૂર્ણ જાહેર કરાયું છે અને રાહત કમિશનર અધ્યક્ષતામાં મીટીંગ કલેકટર કચેરી ખાતે યોજવામાં આવી હતી અને આ મિટિંગમાં મચ્છુ નદીમાં શરૂ કરાયેલ સરચ ઓપરેશન પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહે છે
.બે વ્યક્તિએ મચ્છુ નદીમાં હજુ પણ લાપતા થયેલા હોવાની માહિતી મળી આવી છે. જેથી સર્ચ ચાલુ રાખવામાં આવ્યું છે અને હજુ બે દિવસ સુધી પણ કોઈ વ્યક્તિનો મૃતદેહ મળ્યો નથી અને આજે પણ શોધખોળ ચાલુ છે પરંતુ હજુ સુધી મૃતદેહ ન મળતા સર્ચ ઓપરેશન બંધ કરવામાં આવ્યું છે.પ્રધાનમંત્રીએ મોરબી
એસપી કચેરીમાં કરેલી હાઇ લેવલ મિટિંગમાં કહ્યું કે અધિકારીઓએ પીડિત પરિવાર સાથે સંપર્કમાં રહેવું જોઈએ અને ટૂંક સમયમાં તેમને શક્ય બને તેટલી મદદ કરે અને સુનિશ્ચિત કરવું જોઈએ કે અધિકારીઓએ પ્રધાનમંત્રી મોદીની બચાવની કામગીરી અને અસરગ્રસ્ત લોકોને આપવામાં આવતી સહાય વિશે માહિતી આપવી જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment